
સામાન્ય નાગરિકોનું પોતાના ઘરનું સ્વપ્ન પૂરું કરનારા મ્હાડા હવે વૃદ્ધો માટે અદ્યતન સુવિધાઓવાળું વૃદ્ધાશ્રમ બાંધશે.
પહેલા તબક્કામાં મુંબઈ અને થાણેમાં વૃદ્ધાશ્રમ બાંધવામાં આવશે. આ પ્રકલ્પનું નિયોજન અંતિમ તબક્કામાં છે. મ્હાડાના આ નિર્ણયના કારણે જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને ટેકો અને રાહત મળશે.
મ્હાડાએ એમએમઆર ગ્રોથ હબ પ્રકલ્પ અંતર્ગત વૃદ્ધાશ્રમ બાંધવાનો નિર્ણય લીધો છે. એના જ એક ભાગ તરીકે મ્હાડાના મુંબઈ મંડળ અને કોકણ મંડળ વૃદ્ધાશ્રમ બાંધવાની તૈયારી કરી રહ્યા છે.

મુંબઈમાં અંધેરી ખાતે આરામનગર અને થાણેમાં માજીવાડા ખાતે વિવેકાનંદ નગરમાં અદ્યતન વૃદ્ધાશ્રમ ઊભા કરવાનું પ્રસ્તાવિત છે. ઉપરાંત ભવિષ્યમાં પુણે, નાગપુર અને નાશિક મંડળ તરફથી પણ વૃદ્ધાશ્રમ ઊભા કરવામાં આવશે. એનું નિયોજન અંતિમ તબક્કામાં છે. વૃદ્ધાશ્રમમાં શું સુવિધાઓ હોવી જોઈએ એનો વિચાર કરીને રૂપરેખા નક્કી કરવામાં આવશે.
દરમિયાન વૃદ્ધાશ્રમ સહિત નોકરી-વ્યવસાય નિમિત્તે મુંબઈ આવતી મહિલાઓની સગવડ માટે હોસ્ટેલ બાંધવાનું પણ મ્હાડાનું નિયોજન છે. મુંબઈ ઉપનગરોમાં 10 હોસ્ટેલ બાંધવા માટે જગ્યાની શોધ ચાલુ છે.
થાણેના માજીવાડા ખાતે પણ મહિલાઓ માટે એક હોસ્ટેલ બાંધવાનું પ્રસ્તાવિત છે. આ હોસ્ટેલમાં કુલ 200 મહિલાઓના નિવાસની વ્યવસ્થા હશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
