નીટ પરીક્ષાના પેપર લીક મુદ્દે મહારાષ્ટ્ર સહિત દેશમાં વાતાવરણ ગરમાયું છે ત્યારે મહારાષ્ટ્ર વિધાનસભામાં મોન્સૂન સત્ર દરમિયાન સરકારી નોકરીઓમાં ભરતી અને પેપરવર્કના મુદ્દે વિપક્ષ દ્વારા ભારે ટીકા કરવામાં આવી હતી, પરંતુ હવે પેપર લીક કરનારા સામે મોટી કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકારે પેપર લીકને રોકવા માટે એક બિલ રજૂ કર્યું છે. આમાં ગુનો કરનાર વ્યક્તિને એક કરોડનો દંડ કરવામાં આવશે. અન્યથા જેલમાં સબડવું પડશે. મંત્રી શંભુરાજ દેસાઈએ આ અંગે બિલ રજૂ કર્યું છે.રાજ્ય સરકારે પેપર લીક રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે. વિધાનસભાના ચોમાસુ સત્રમાં એક બિલ રજૂ કરવામાં આવ્યું છે અને આવા કિસ્સાઓમાં દોષીઓને 3 થી 10 વર્ષની સજા અને 1 કરોડ રૂપિયાના દંડની જોગવાઈ રાખવામાં આવી છે. શું પેપર લીક થતાં રોકવા માટે કોઈ કડક કાયદો બનશે? આ સવાલ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો.

કેબિનેટમાં 19 નિર્ણય

રાજ્ય કેબિનેટની મહત્ત્વની બેઠક શુક્રવારે યોજાઈ હતી, જેમાં બજેટની જાહેરાતોના અમલીકરણ માટે 19 મહત્ત્વના નિર્ણયો ઉપર ચર્ચાઓ ચાલી હતી. આમાં જરૂરિયાતમંદ મહિલાઓને રોજગારી આપવા માટે ગુલાબી ઈ-રિક્ષાની જોગવાઈ, ટીચિંગ સ્ટાફના પગારમાં વધારો કરવાનો નિર્ણય, કાજુ ખેડૂતોને સબસિડી, નવી પ્રવાસન નીતિ અને અન્ય ઘણા વિષયો કેબિનેટની બેઠકમાં મૂકવામાં આવ્યા.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us