ટી20 વર્લ્ડ કપ વિજેતા ટીમની શોભાયાત્રામાં મરીન ડ્રાઈવ ખાતે ભીડમાં કમસેકમ 64 જણે તેમના મોબાઈલ ફોન ગુમાવી દીધા હતા, એમ પોલીસે શુક્રવારે જણાવ્યું હતું. આમાંથી ગુરુવારે સાંજથી કમસેકમ 60 જણે તેમના મોબાઈલ ફોન ગુમ થયા હોવાની ફરિયાદ મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

ચાર જણે મોબાઈલ ફોન ગુમ થયા હોવાની ફરિયાદ ઓનલાઈન નોંધાવી છે, જે ઈ-ફરિયાદ તરીકે દાખલ કરવામાં આવી છે, એમ પોલીસે શુક્રવારે જણાવ્યું હતું. દરમિયાન પોલીસને રસ્તા પરથી 13 મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જે તેમના માલિકોને પરત કરવામાં આવ્યા હતા. જોકે ભીડ દરમિયાન મોબાઈલ ચોરી કે છોકરી અથવા મહિલાઓ સાથે ગેરવર્તનની કોઈ ફરિયાદ નોંધાઈ નથી. મુંબઈગરાએ ખરેખર શિસ્ત બતાવી છે. એક એમ્બ્યુલન્સ માટે પણ રસ્તો કરી આપ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us