રેલવે પોલીસ મહાસંચાલક કાર્યાલયે મુંબઈ ઉપનગરીય રેલવેમાં મહિલા પ્રવાસીઓનો અનુભવ, સમસ્યા, ભલામણ બાબતે કયાસ કાઢવા માટે પ્રવાસી સર્વેક્ષણ કરવાનો નિર્ણય લીધો હતો. 1 થી 31 માર્ચ સુધી આ સર્વેક્ષણ પાર પડ્યું હતું. મરાઠી, હિંદી અને અંગ્રેજી ભાષામાં ઓનલાઈન 21 પ્રશ્નના સમાવેશવાળા આ સર્વેક્ષણમાં લગભગ 3 હજાર મહિલાઓ પ્રવાસીઓએ સહભાગ લીધો હતો. એમાં 57 ટકાથી વધારે નોકરિયાત મહિલાઓ, 15 થી 25 વર્ષના વયજૂથમાં 35 ટકા યુવતીઓ અને 8 ટકા અન્યનો સમાવેશ હતો. જેમાં ટ્રેનોમાં મહિલાઓ માટે રાતનો પ્રવાસ અસુરક્ષિત હોવાનો સર્વે બહાર આવ્યો હતો.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us