
મહારાષ્ટ્રના વન વિભાગના પ્રધાન ગણેશ નાઈકે સોમવારે એવી જાહેરાત કરી હતી કે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ પ્રકલ્પગ્રસ્ત લોકો માટે સંઘર્ષ કરનારા દિવંગત નેતા ડી. બી. પાટીલના નામ પર રાખવામાં આવશે. વાશીમાં આયોજિત જનતા દરબારમાં તેમણે આ જાહેરાત કરી હતી.
આ જનતા દરબારમાં ડી. બી. પાટીલના પુત્ર અતુલ પાટીલ નાઈકને મળ્યા હતા અને તેમને એવી વિનંતી કરી હતી કે નવી મુંબઈ એરપોર્ટનું નામ તેમના પિતાના નામ પર રાખવામાં આવે. નાઈકે એવી ખાતરી આપી હતી કે એક વખત આ એરપોર્ટ પર કમર્શિયલ પ્રવૃત્તિ ચાલુ કરવામાં આવશે કે તરત જ તેનું નામ સત્તાવાર રીતે ડી. બી. પાટીલના નામ પર રાખવામાં આવશે.

અહીં ઉલ્લેખનીય છે કે નવી મુંબઈના ગ્રીન ફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું કામ ફેબ્રુઆરી ૨૦૧૮, માં શરૂ કરવામાં આવ્યું હતું અને ૨૦૨૨માં ત્યારની એમવીએ (મહાવિકાસ આઘાડી) સરકારે તેનું નામ લોકનેતા સ્વર્ગીય ડી. બી. પાટીલ ઈન્ટરનેશનલ એરપોર્ટ રાખવાનું નક્કી કયું હતું. ગયા મહિને એક અદાણી એરપોર્ટસ હોલ્ડિંગ લિ. (એએએચએલ)ના સિનિયર અધિકારીએ કહ્યું હતું કે એરપોર્ટ ૧૭એપ્રિલ, ૨૦૨૫થી કાર્યરત થવાની શક્યતા છે અને મે મહિનાના બીજા અઠવાડિયાથી વ્યાવસાયિક ઉડાણો અહીંથી શરૂ કરી દેવામાં આવશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
