દેશમાં લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે, તેથી રાજકીય પક્ષોએ પણ પોતાની તરફથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરેક પાર્ટી અને ગઠબંધન પોતાની જીતનો દાવો કરી રહ્યા છે.

મહારાષ્ટ્રના પૂર્વ કેબિનેટ પ્રધાન બાળાસાહેબ થોરાટે આગામી ચૂંટણીમાં મહાવિકાસ અઘાડી (એમવીએ)ની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જોકે તેમણે આ માટે એક ફોર્મ્યુલા આપી છે. પાર્ટીની તાકાત અને વિશ્વાસ છે કે તે લોકસભા સીટ જીતશે તેને ત્યાંથી જ ચૂંટણી લડવા દેવી જોઈએ. જો આ ફોર્મ્યુલાને અનુસરવામાં આવે તો આગામી લોકસભા ચૂંટણીમાં મહાવિકાસ આઘાડી 48માંથી 40 બેઠક જીતી શકે છે, એવું તેમણે જણાવ્યું હતું.

આપણે શરદ પવાર (એનસીપીના પ્રમુખ)ની વાત પર ધ્યાન આપવાની જરૂર છે. આ અગાઉ શરદ પવારે કહ્યું હતું કે જનતા અમારી સાથે છે અને તેઓ વર્તમાન સરકારથી કંટાળી ગઈ છે, તેથી જ જીત મહાવિકાસ આઘાડીની થશે. બાળાસાહેબ થોરાટે અહેમદનગર જિલ્લાના દક્ષિણ લોકસભા મતવિસ્તારની ઉમેદવારી પર પણ ટિપ્પણી કરી છે. હાલમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે બાળાસાહેબ થોરાટ આ બેઠક પરથી ચૂંટણી લડે. જોકે, તેમણે કહ્યું હતું કે કે લોકો તેનો આગ્રહ કરી રહ્યા છે, પરંતુ આ અંગે મેં આવું વિચાર્યું નથી.

બાળાસાહેબ થોરાટે કહ્યું હતું કે મારા માટે પહેલા મારા ઘરની દરકાર લેવી અને બહારના અન્ય લોકોને મદદ કરવી જરૂરી છે. અત્યારે મને બીજું કંઈ અજમાવવાનું મન થતું નથી. હું રાજકારણમાં અંગત દુશ્મની રાખતો નથી, પરંતુ પક્ષ દ્વારા કોઈ જવાબદારી આપવામાં આવે તો કાર્યકર્તાઓએ તેનું પાલન કરવાનું હોય છે.

જોકે, સુજય વિખે પાટીલે કહ્યું હતું કે જો બાળાસાહેબ થોરાટ અહેમદનગર દક્ષિણથી લોકસભાની ચૂંટણી લડશે તો ટક્કર સારી રહેશે, જ્યારે થોરાટને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે થોરાટે કહ્યું હતું કે બંધારણ મુજબ તમામ ધર્મોને સમાન અધિકાર અને તકો છે, પરંતુ હાલમાં સત્તા માટે ધર્મના નામે રાજકારણ કરવામાં આવી રહ્યું છે.

કર્ણાટકની હાર બાદ રાજ્યમાં ધાર્મિક તણાવની ઘટના વધી છે. આ બધું ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ની રણનીતિનો એક ભાગ છે. બાળાસાહેબ થોરાટે અહેમદનગરના સમનાપુરમાં થયેલા પથ્થરમારા પર પણ ટિપ્પણી કરી છે. સંગમનેરને ખલેલ પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. સંગમનેરની પ્રગતિને રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે. આવી ઘટનાઓ દેશ અને રાજ્યમાં જાણી જોઈને કરવામાં આવી રહી છે, એવું તેમણે જણાવ્યું હતું.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Dlp5GlYBsz4I3eX56yFiSM

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us