
મ્યુઝિકલ સ્ટ્રિંગ્સ દ્વારા તારીખ ૭ માર્ચ ૨૦૨૫ શુક્રવારના રોજ મુલુંડ કાલિદાસ નાટય મંદિર મધ્યે કરાઓકે ટ્રેક પર સંગીતમય કાર્યક્રમ ‘દીવાના મસ્તાના’ શિર્ષક હેઠળ ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું હતું જેના મીડિયા પાર્ટનર ગુર્જરભૂમિ (ન્યુઝ પેપર, ન્યુઝ ચેનલ, ન્યુઝ પોર્ટલ) હતા. મુખ્ય અતિથી તરીકે રઘુવંશી શ્રેષ્ઠી શ્રી હિરલાલભાઈ મૃગ અને સહયોગી પલ્લવીબેન ઠક્કર, શાંતિલાલભાઈ ઠક્કર, મનીષભાઈ ઠક્કર, વૈશાલીબેન ઠક્કર તેમજ અન્યો હતા. શેહેન્શા ગ્રુપના મોટા ગજાના પ્રદીપભાઈ શિમ્પીની હાજરીએ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.




મસ્તીભર્યા ગીતોના આસ્વાદે પ્રેક્ષકોને ખુશ કરી દીધા હતા. સાઉન્ડ- કિશોર મિર્ગલ, એન્કર સવિતા હાંડે દ્વારા તથા વીડિયોગ્રાફીની જવાબદારી મેહુલ શાહએ બખૂબી રીતે નિભાવી હતી. મ્યુઝિકલ સ્ટ્રિંગ્સના આગામી કાર્યક્રમની જાહેરાત વોટ્સેપ ગ્રુપ પર કરવામાં આવશે. વધુ વિગત માટે સંપર્ક – અયોજક અરૂપ બેનર્જી ૯૦૦૪૬૮૯૧૧૦, સહાયક અમિત કોઠારી ૯૮૧૯૩૬૩૬૭૧.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
