રોઝા મોન્ટાના કો.ઓપ.હા. સોસાયટીના રહેવાસીઓના ઘ૨ સુધી પાણી જ પહોંચતું ન હોવાની મેમ્બર્સની ફરિયાદ વિધાનસભ્ય મિહીર કોટેચા સુધી પહોંચી

મુલુન્ડ (વે)માં ઓફ એલબીએસ માર્ગ પરના અશ્વિન શેઠ ગ્રુપ દ્વારા બનાવવામાં આવેલી રોઝા મોન્ટાના હાઉસીંગ સોસાયટીના મેમ્બર્સ દ૨ મહિને આશરે રૂા.૧૨ થી રૂા. ૧૪ લાખનું બિલ ટેન્કરના પાણી પાછળ ખર્ચ કરે છે.

આ સંબંધી તાજેતરમાં બિલ્ડીંગના રહેવાસીઓ આમદાર મિહિ૨ કોટેચાને મળ્યા હતા અને પોતાની રજૂઆત કરી હતી. આશરે ૩૫૦ મેમ્બર્સ ધરાવતી આ સોસાયટીના રહેવાસીઓએ છેલ્લાં છ મહિનામાં રૂા.૭૦ લાખની રકમ ટેન્કરના પાણી પાછળ ખર્ચી નાખી છે.

રોઝા મોન્ટાના કો.ઓપ.હા. સોસાયટી બિલ્ડીંગ નં. ૭ના વિંગ એ અને વિંગ બી ના રહેવાસીઓના ઘ૨ સુધી પાણી જ પહોંચતું ન હોવાની મેમ્બર્સની ફરિયાદ હતી. સોસાયટી મેમ્બર્સની ફરિયાદને પગલે આમદાર મિહિર કોટેચાએ વોર્ડ ઓફિસના એન્જિનિયર્સ દ્વારા પાણીની લાઈન સંબંધી તપાસ કરાવતાં જાણવા મળ્યું કે બીએમસી ફીડર દ્વારા આપવામાં આવતાં પાણીના પુરવઠા અને પ્રવાહમાં કોઈ મુશ્કેલી નથી પરંતુ જ્યાંથી બીએમસીની લાઈન સોસાયટીની લાઈન સાથે જોઈન્ટ થાય છે અને સોસાયટીના ખામી ભરેલા પ્લમ્બીંગ કામને પગલે પાણી મેમ્બર્સના ઘ૨ સુધી બરાબર પહોંચતું જ નથી.

કોન્ટ્રાક્ટરની બેદરકારીને પગલે ખામી ભરેલી પ્લમ્બીંગલાઈનને પગલે રહેવાસીઓ છ મહિનાથી અત્રે રહેવા આવ્યા છે ત્યારથી હેરાન પરેશાન થઈ ગયા છે. આ સંબંધી આગામી ૧૧ જુલાઈના રોજ વોર્ડમાં મેમ્બર્સ અને કોન્ટ્રાક્ટર સાથે સુનાવણી બાદ નિર્ણય લેવામાં આવશે.

ફ્લેટ પાછળ આશરે રૂા. દોઢથી બે કરોડ રૂપિયા ખર્ચીને રોઝા મોન્ટાના સોસાયટીમાં રહેવા આવેલા લોકો કોન્ટ્રાક્ટરની બેદરકારીથી હેરાન પરેશાન થઈ ગયા હોવાનું વિધાનસભ્ય મિહિર કોટેચાએ જણાવ્યું હતું.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us