મુલુંડના એસ.એલ. રોડ તેમજ એલબીએસ માર્ગ પર આવેલા અમુક વિસ્તારોમાં બત્તી ગુલ થઈ જવાના કિસ્સા સામે આવી રહ્યા છે આ અંગે ચીફ એન્જિનિયર (મહાવિતરણ) ને ફરિયાદ કરાતા તેમણે જણાવ્યંુ હતું કે મુલુન્ડ ડિવિઝન પાસે પૂરતો વીજપુરવઠો હોવાથી લોડશેડિંગનો કોઈ પ્રશ્ન નથી. સોમવારે વહેલી સવારે વીજળી ગાયબ થતાં બાળકોથી માંડીને મોટેરાઓ પરસેવે રેબઝેબ થઈ જતાં ત્રાહિમામ પોકારી ગયા હતા. મોટાભાગના અસરગ્રસ્ત વિસ્તારોમાં ત્રણ કલાકથી વધુ સમય માટે વીજળી ગુલ થઈ ગઈ હતી.
ચીફ એન્જિનિયર રાજેશે જણાવ્યું હતું કે સબ સ્ટેશનમાં ટ્રાન્સફોર્મરમાં ખામી સર્જાતા તેમાંથી જે વિસ્તારોમાં વીજળી આપવામાં આવતી હતી તેમાં પાવરકટ થઈ ગયો હતો અમે તાબડતોબ અન્ય ટ્રાન્સફોર્મરમાં લોડ ટ્રાન્સફર કરીને વીજ પુરવઠો યથાવત્ કર્યો હતો. હજુ પણ મૂળ ટ્રાન્સફોર્મર બંધ જ છે. ઉનાળામાં વીજળીના વધુ પડતો ઉપયોગ થવાથી મહાવિતરણ લોડશેડિંગ લાદી રહી છે તેવા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે અમારી પાસે વધારાની વીજળી છે તેથી લોડશેડિંગ લાદવાની કોઈ જરૂરત જ નથી.
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2024/04/13-17-1024x960.jpg)
આ ઉપરાંત મુલુન્ડના કેટલાક ભાગોમાં મંગળવારે ગુડી પાડવાના દિવસે સતત છ કલાકથી વધુ સમય માટે લાઈટ ગૂલ થઈ જતાં અસહ્ય ગરમીને કારણે સ્થાનિક રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા હતા. દેવીદયાલ રોડ સહિત અન્ય વિસ્તારોમાં સવારે ૧૧ વાગ્યાની આસપાસ વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો જે સાંજે ૬ વાગે પુનઃ સ્થાપિત થયો હતો. એમએસઈડીસીએલના અધિકારીઓએ જણાવ્યું હતું કે તે વિસ્તારમાં કેબલ ફોલ્ટ સર્જાતા આઉટેજ થયું હતું. આ અગાઉ રવિવારે તાંબેનગર, રૂનવાલ એન્થોરિયમ, વીણાનગર સહિત અનેક વિસ્તારોમાં ચાર કલાક સુધી વીજળી ગાયબ થઈ ગઈ હતી.
સામાન્યપણે વરસાદની ઋતુમાં વારંવાર વીજળીના ધાંધિયા જોવા મળે છે તેને બદલે હજુ તો ગરમીની શરૂઆત છે ત્યાં જ વીજ કંપનીની બહાનાબાજી ચાલુ થઈ ગઈ છે. વધુમાં રાજેશે કહ્યું હતું કે મનપા દ્વારા ખોદકામ અને સમારકામ હાથ ધરાતા મુલુન્ડ (વે)માં અગ્રવાલ હોસ્પિટલ નજીક એલટી (લો ટેન્શન) કેબલને નુકસાન પહોંચતા મુલુન્ડકરોએ કલાકોના કલાકો સુધી પાવર કટનો સામનો કરવો પડ્યો હતો.
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2024/04/62-4.jpg)
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2022/12/Want-to-Grow-Business-with-Gurjarbhoomi-2-gif-file-1.gif)