
મુલુંડની યુવતીએ પાર્ટટાઈમ જોબ મેળવવાના ચક્કરમાં ૩.૨૦ લાખ ગુમાવ્યા હતા. મુલુન્ડ (વે)માં ડી.જી. રોડ વિસ્તારમાં રહેતી ૨૬ વર્ષની યેશા લાખાણીએ પાર્ટ ટાઈમ ટાસ્ક કરવાની જોબ હેઠળ સાયબર ગઠિયાએ તેની સાથે રૂા.૩.૨૦ લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
ફરિયાદ મુજબ ૨૨ જાન્યુઆરીના યેશાના મોબાઈલના વોટ્સએપ પર પાર્ટટાઈમ જોબ અંતર્ગત ઓનલાઈન પ્રોડક્ટ માટે ઓનલાઈન રેટિંગ કરવાનું કામ છે, તમને રસ હોય તો આપેલી લિંક પર ક્લિક કરો એવો મેસેજ પ્રાપ્ત થયો. જોબ કરવા ઈચ્છુક યેશાએ લિંક પર ક્લિક કરતાં તેને ટેલિગ્રામ એપ પર એક ગ્રુપમાં ઉમેરવામાં આવી હતી. ગ્રુપના એડમીને યેશાને ૨૦ ટાસ્ક પૂર્ણ કરવા જણાવ્યું અને તેને માટે રૂા.૧૬૧૦ યેશાના બેંક અકાઉન્ટ ખાતામાં જમા થયા. ત્યારબાદ વધુ ટાસ્ક અંતર્ગત યેશા મોટી રકમનું રોકાણ કરતી ગઈ અને તેના પર વળતર સાથેની રકમ તેના ઓનલાઈન MUDREX વોલેટમાં જમા થતી દેખાતી હતી.

૨૪ જાન્યુઆરી ૨૦૨૫ના યેશાએ એપના વોલેટમાંથી પૈસા ઉપાડવાનો પ્રયાસ કરતાં જ એપ બ્લોક થઈ ગઈ અને તેને તમામ ગ્રુપમાંથી રિમૂવ કરવામાં આવી હતી. યેશાને આર્થિક છેતરપિંડીનો અંદાજો આવી જતાં તેણે પ્રથમ સાયબર હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર અને ત્યારબાદ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
