
મલાડના માલવણી વિસ્તારમાં પત્નીએ ચાકુ વડે પતિની હત્યા કર્યા બાદ એક પરિચિતની મદદથી લાશને ટૂ વ્હીલર પર લઈ જઈને ફેંકી દીધી હતી. આ ઘટનામાં સીસીટીવી ફૂટેજના મદદથી પોલીસે ત્રણ કલાકની અંદર આ હત્યાનો કેસ ઉકેલી લીધો હતો અને આ મામલે પત્ની સહિત બેની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, મલાડના માલવણી વિસ્તારમાં રવિવારે ગાવદેવી મંદિર વિસ્તારમાં આવેલા સોહમ કમ્પાઉન્ડમાંથી એક લાશ મળી આવી હતી. મૃતદેહને જોયા બાદ સ્થાનિકોએ તરત જ મુંબઈ કંટ્રોલ રુમમાં ફોન કરીને આ અંગે માહિતી આપી હતી.
ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. મૃતકના ગળામાં ચાકુના ઊડા ઘા જોવા મળ્યા હતા. આથી હત્યા કરીને લાશ ફેંકી દેવામાં આવી હોવાનું જાણવા મળતા તરત જ પોલીસે આ મામલે તરત જ ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજો કબ્જે કરીને તપાસ હાથ ધરી હતી.

પોલીસને જાણવા મળ્યું હતું કે, એક મહિલા અને એક શખ્સ ટૂ ુ વ્હીલર પર મૃતદેહને અહીં લાવ્યા હતા. આ બાદ મૃતદેહને અહીં જ ફેંકી દેવામાં આવ્યો હતો. સીસીટીવી ફૂટેજના આધારે આ મહિલા અને આ શખ્સ કોણ છે તેની તપાસ હાથ ધરતા આસપાસના વિસ્તારમાં પૂછપરછ કરતા આ બંને ગામદેવી મંદિર વિસ્તારમાંથી અહીં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
વધુ તપાસમાં મૃતકની ઓળખ ૩૦ વર્ષીય રાજેશ ચવ્હાણ તરીકે થઈ હતી.રાજેશ ગામદેવી મંદિર વિસ્તારમાં અલી તળાવખાતે રહેતો હોવાનું જાણવા મળતા જ પોલીસે તરત જ તેના ઘરે પહોંચી હતી અને ઘરમાં તપાસ કરતા પોલીસને ઘરમાંથી લોહીના નમુના મળ્યા હતા. આથી પોલીસે શંકાના આધારે તેની પત્ની પુજાની પૂછપરછ હાથ ધરી હતી.
જેમાં પુજાએ ઘરની અંદર જ રાજેશની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. આમાં તેનો સાથ ૨૭ વર્ષીય ઈમરાન રિઝવાને આપ્યો હોવાનું પણ ખુલાસો થયો હતો. પુજાએ વધુમાં જણાવ્યા મુજબ, રાજેશ દારુનો વ્યસની હતો.તેથી દારુના વ્યસ્નથી કંટાળીને તેણે તેની હત્યા કરી હોવાની માહિતી પોલીસને આપી હતી.
આ બાદ આરોપી રિઝવાને પણ કબૂલ્યું હતું કે તેણે પુજાને મૃતદેહનો નિકાલ કરવામાં મદદ કરી હતી. જેમાં બંને આરોપીઓએ રાજેશના મૃતદેહન ટૂ વ્હીલર પર ગોઠવીને તેને ચાદર વડે ઢાંકી દીધો હતો અને એવો ડોળ કર્યો હતો કે તે બિમાર છે.

આ બાદ મૃતદેહને સોહમ કમ્પાઉન્ડમાં ફેંકી દીધો હતો અને રાજેશની હત્યા ઘરની બહાર થઈ હોય તેવું દેખાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ત્રણ કલાકની અંદર આ કેસ ઉકેલ્યો હતો અને બંનેની ધરપકડ કરી હતી.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
