
ગોરેગાવ પશ્ચિમ ખાતેના સિદ્ધાર્થનગર અર્થાત પતરા ચાલના પુનર્વિકાસ અંતર્ગત મ્હાડાના મુંબઈ મંડળને 9 ભૂખંડ વિકાસ માટે ઉપલબ્ધ થાય છે. આ નવમાંથી ચાર ભૂખંડ પર 2 હજાર 394 ઘર બાંધવામાં આવશે. જો કે મંડળે ઉપલબ્ધ ભૂખંડમાંથી આર-5 ભૂખંડ પર અનિવાસી બાંધકામ કરવાનો નિર્ણય લીધો છે. એ અનુસાર આ ભૂખંડ પર 26 માળાની વ્યવસાયિક ઈમારત બાંધવામાં આવશે અને એના ગાળાઓનું વેચાણ ભવિષ્યમાં ઈ-લીલામથી કરવામાં આવશે. આ સંબંધી વિગતવાર પ્રસ્તાવ તૈયાર કરવા સાથે આ પ્રકલ્પનું નિયોજન કરવાનું કામ અત્યારે મંડળ તરફથી ચાલુ છે.
વિવાદસ્પદ પતરા ચાલનો પુનર્વિકાસ પ્રકલ્પ મ્હાડાના મુંબઈ મંડળ પાસે ટ્રાન્સફર કર્યા પછી મંડળે અડધી અવસ્થાની પુનર્વસિત ઈમારત સહિત મ્હાડાના ભાગના 306 ઘરનો સમાવેશ થયેલી ઈમારતના કામની શરૂઆત કરી. આ બંને ઈમારતોના કામ પૂરા થયા છે અને હવે ફક્ત નિવાસી પ્રમાણપત્રની રાહ જોવાય છે. ઉપલબ્ધ ભૂખંડ પર વધુમાં વધુ ઘરનિર્માણ કરવાનું મ્હાડાએ નક્કી કર્યું છે ત્યારે હવે આર-5 ભૂખંડ પર વ્યવસાયિક ઈમારત બાંધવાનો વિચાર રજૂ કરવામાં આવ્યો. એ અનુસાર નિર્ણય લઈને પ્રસ્તાવ તૈયાર કરવાનું કામ ચાલુ હોવાની માહિતી મ્હાડાના વરિષ્ઠ અધિકારીએ આપી હતી.

મ્હાડાના પુનર્વિકાસ અંતર્ગત અર્થાત 33(5) અંતર્ગત પુનર્વિકાસ કરતા વિકાસ માટે ઉપલબ્ધ ક્ષેત્રના 60 ક્ષેત્રમાં અતિઅલ્પ, અલ્પ અને મધ્યમ જૂથ માટે ગૃહનિર્મિતી કરવી ફરજિયાત છે. બાકીના 40 ટકા ક્ષેત્રમાં ઉચ્ચ આવક જૂથ માટે ઘર બાંધવા સહિત વ્યસાયિક ઈમારત બાંધવાની છૂટ છે. એ અનુસાર વિકાસ માટે ઉપલબ્ધ જગ્યાની 8 ટકા જગ્યાનો ઉપયોગ વ્યવસાયિક બાંધકામ માટે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યારે આ પ્રકલ્પ પ્રાથમિક સ્તરે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
