
ખરાબ હવામાને કેરીના પાકને ભારે નુકસાન પહોંચાડયું હોવાથી માર્કેટોમાં દર વખત કરતાં કેરીની આવક ખૂબ જ ઘટી ગઈ છે. પરિણામે કેરીના ભાવ એટલાં વધી ગયા છે કે સામાન્ય માણસે તો તૈયાર આમરસ ખાઈને સંતોષ મેળવવો પડે છે.
ગયા વર્ષે કોકણની પ્રખ્યાત આફૂસ કેરીની ડઝનની કિંમત હોલસેલમાં ૨૦૦થી ૧૦૦૦ રૃપિયા હતી અને રિટેલમાં ૫૦૦થી ૧૫૦૦ રૃપિયા હતી. જ્યારે અત્યારે હોલસેલમાં ૩૦૦થી ૧૪૦૦ રૃપિયા અને રિટેલમાં ૭૦૦થી ૨૦૦૦ રૃપિયા ભાવ છે.

કોકણની જેમ ગુજરાત અને દક્ષિણના રાજ્યોમાં પણ કેરીનું ઉત્પાદન ઘટયું છે. એટલે માર્કેટોમાં ઓછો માલ આવવાને કારણે ભાવમાં તેજી આવી છે. ગયા વર્ષે ફેબુ્રઆરીમાં મોટા પ્રમાણમાં કેરીની આવક થઈ હતી. જ્યારે આ વર્ષે માર્ચની શરૃઆતમાં ગયા વર્ષની સરખામણીએ ૫૮૩ ટન ઓછી કેરી આવી છે. ગયા વર્ષે માર્ચની શરૃઆતમાં ૪૦ હજાર પેટીની આવક થઈ હતી. જ્યારે આ વર્ષે ૨૦થી ૨૫ હજાર કેરીની પેટી આવી છે.
કોકણની આફૂસ કેરીની વધુ આવક પહેલી એપ્રિલથી ૧૦મી મે સુધી ૪૦ દિવસ ચાલુ રહેશે. આફૂસની સાથે જ બદામી, લાલબાગ, રાજાપુરી અને કેસર કેરી આવશે અને જૂન પછી દશેરી કેરી આવવા માંડશે, એમ નવી મુંબઈ એપીએમસી ફળ બજારના વેપારીઓએ જણાવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
