નીતિન ગડકરી તથા તેમના પરિવાર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પ્રસારિત કરવામાં આવેલા એઆઈ-જનરેટેડ ડીપફેક વીડિયો, નકલી તસવીરો અને બદનક્ષીભરી સામગ્રી સામે મુંબઈ હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. જસ્ટિસ આરિફ ડોક્ટરની સિંગલ બેન્ચે મેટા, ગૂગલ અને એક્સ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આવી તમામ વાંધાજનક સામગ્રી તાત્કાલિક દૂર કરવાનો વચગાળાનો આદેશ આપ્યો છે.
કોર્ટે નોંધ્યું કે સોશિયલ મીડિયા પર પ્રસારિત થઈ રહેલી સામગ્રી અત્યંત વાંધાજનક, અભદ્ર અને બદનક્ષીકારક છે. એઆઈ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી ખોટી અને ભ્રામક સામગ્રીને જાહેર પ્લેટફોર્મ પર સ્થાન ન હોવું જોઈએ તેમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું. સાથે જ આવી સામગ્રીને ઓળખીને આપમેળે દૂર કરવાની અસરકારક વ્યવસ્થાના અભાવ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.આ કેસ ઈ20 (20 ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ) નીતિ અંગે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા દાવાઓથી જોડાયેલો છે.

કેટલીક પોસ્ટ્સમાં એવો આરોપ મૂકાયો હતો કે ગડકરી અને તેમના પુત્ર નિખિલ ગડકરીએ ‘સીએન એગ્રો ઇન્ડસ્ટ્રીઝ’ મારફતે આ નીતિમાંથી ગેરકાયદેસર નાણાકીય લાભ મેળવ્યો હતો. ગડકરીએ હાઈકોર્ટમાં અરજી કરીને જણાવ્યું હતું કે ઇથેનોલ બ્લેન્ડિંગ કાર્યક્રમ કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે અને તેમનો કે તેમના મંત્રાલયનો આક્ષેપો સાથે કોઈ સંબંધ નથી.
સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ આદેશ સરકારની નીતિઓની વાજબી ટીકા પર કોઈ પ્રતિબંધ મૂકતો નથી. માત્ર એઆઈ દ્વારા તૈયાર કરાયેલા ડીપફેક વીડિયો, ખોટી માહિતી અને બદનક્ષીભરી સામગ્રી સામે જ કાર્યવાહી કરવામાં આવશે. ગડકરીના વકીલોએ પણ જણાવ્યું કે તેઓ વાજબી ટીકા સામે નહીં, પરંતુ બનાવટી ડિજિટલ સામગ્રી સામે કાનૂની રક્ષણ માગી રહ્યા છે.

બીજી તરફ કોક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભીજીત અને તેના સાથીઓએ આગામી રણનીતીના ભાગરૂપે હવે ઈ20 મામલે આંદોલન કરવાનું નક્કી કર્યું છે. દરમિયાન ગડકરીએ ફરી સ્પષ્ટ કર્યું કે ઈ20 ઇંધણને કારણે કારને નુકસાન થવાના સોશિયલ મીડિયા પરના દાવાઓ ખોટા છે. તેમણે જણાવ્યું કે જો જૂના વાહનોમાં ઈ20ને કારણે રબર વોશર અથવા અન્ય સ્પેરપાર્ટ્સ બદલવાની જરૂર પડે તો વાહન ઉત્પાદક કંપનીઓએ તે સર્વિસિંગ દરમિયાન ગ્રાહકો પાસેથી કોઈ વધારાનો ચાર્જ લીધા વિના બદલવાના રહેશે. કેસની આગામી સુનાવણી ચાર અઠવાડિયા બાદ હાથ ધરાશે.

https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
FREE….FREE….FREE….
ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 7 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 2 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/DdFad7rsnnz87CrgiWK9r7
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
