July 27, 2024
11 11 11 AM
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો
પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
IT કંપનીએ ઈન્વેસ્ટરોને આપી ભેટ, બોનસ શેરની કરી જાહેરાત, ફ્રી મળશે 3 શેર
Breaking News
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો IT કંપનીએ ઈન્વેસ્ટરોને આપી ભેટ, બોનસ શેરની કરી જાહેરાત, ફ્રી મળશે 3 શેર

રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેજીના પગલે મહારાષ્ટ્ર સરકારની સ્ટેમ્પડયૂટી રજિસ્ટ્રેશનની આવકમાં ૧૩ ટકાનો વધારો થયો

રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેજીના પગલે મહારાષ્ટ્ર સરકારની સ્ટેમ્પડયૂટી રજિસ્ટ્રેશનની આવકમાં ૧૩ ટકાનો વધારો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં રૃ. ૫૦,૪૦૦ કરોડનું કલેકશન થયું હતું જે વર્ષ ૨૦૨૨-૨૩ના રૃ. ૪૪,૬૮૨ કરોડના કલેક્શનથી રૃ. ૫૭૦૦ કરોડ વધુ છે.

૩૧મી માર્ચ સુધીમાં ૨૭.૫ લાખ પ્રોપર્ટી રજિસ્ટ્રેશનના ડોક્યુમેન્ટ્સ નોંધાયા હતા. જેમાં રિયલ એસ્ટેટના સોદા અને સંપનીઓ વચ્ચેના કરારનો સમાવેશ થાય છે. એક વર્ષ અગાઉ એટલે કે વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૫.૭૬ લાખ અને તેના એક વર્ષ અગાઉ ૨૩.૮૪ લાખ ડોક્યુમેન્ટ્સ નોંધાયા હતા.

રેડી રેકનર રેટ્સ યથાવત્ રાખવાના સરકારના નિર્ણયથી પ્રોપર્ટી ખરીદનારાઓને રાહત થઈ છે. વર્ષ ૨૦૨૩-૨૪માં સ્ટેમ્પડયૂટીની આવકમાં ધૂમ વધારો થવા પાછળ સરકારની સક્રિયતાએ પણ ભૂમિકા ભજવી હતી.

વિવાદ હેઠળના કેસ માટે અભય યોજના દાખલ કરવાથી સરકારને રૃ. ૨૫૮ કરોડનો લાભ થયો હતો. જૂના લેણાં પ્રાપ્ત કરવાની ઝુંબેશ પણ હાથ ધરવામાં આવતા આવક વધી હતી.

ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશને કહ્યું કે ‘વિભાગે બૃહન્મુંબઈ મહાનગરપાલિકા, પીડબ્લ્યૂડી અને સહકાર વિભાગ સાથે જોડાણ કરીને ટેન્ડરના કરાર પરની સ્ટેમ્પડયૂટી પ્રાપ્તિ કરી હતી અને ૫૦૦ કરોડ રૃપિયાથી વધુ મહેસુલીઆવક ભેગી થઈ શકી હતી. 

મહારાષ્ટ્રમાં સરકારની મહેસુલી આવકમાં જીએસટી અને સેલ્સ ટેક્સ પછી રિયલ એસ્ટેટનો ફાળો સૌથી વધુ છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us