
મુલુંડ-વેસ્ટના યોગી હિલ્સ ખાતે ચાલી રહેલા વિવિધ બાંધકામને કારણે થતા પ્રદૂષણ અને ધ્વનિ-પ્રદૂષણને દૂર કરવા માટે હિલ્સ સાઇડ રેસિડેન્ટ્સ વેલ્ફેર અસોસિએશનએ બૃહમુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનને ફરિયાદ કરીને પ્રદૂષણ રોકવાની માગણી કરી છે. દિવસ-રાત સતત થતા બાંધકામને લીધે સ્થાનિક લોકોને ભારે પરેશાની વેઠવી પડી રહી હોવાનો દાવો ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

ધ્વનિ-પ્રદૂષણ લોકોના સ્વાસ્થ્ય માટે નોંધપાત્ર જોખમ ઊભાં કરે છે જેમાં શ્રવણશક્તિમાં ખામી, હાઈબ્લડપ્રેશર, હૃદયરોગ, ઊંઘમાં ખલેલ, માનસિક સ્વાસ્થ્ય જેવી બીમારી પણ થઈ શકે છે એમ જણાવતાં સંસ્થાના એક સભ્યએ કહ્યું હતું કે BMC દ્વારા પ્રદૂષણને રોકવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે ત્યારે યોગી હિલ્સ જે મુલુંડ સાથે આખા ઈશાન મુંબઈનું સ્વર્ગ ગણાય છે એમાં મોટા પ્રમાણમાં ચાલી રહેલા વિવિધ બાંધકામને કારણે પ્રદૂષણ વધી રહ્યું છે. સ્થાનિક બાંધકામ સાઇટ્સમાં પ્રદૂષણ રોકવા માટે જરૂરી પગલાં લેવામાં આવતાં નથી જેને કારણે બાંધકામના સ્થળ નજીક રહેતા લોકો માટે સમસ્યા વધી રહી છે. યોગી હિલ્સ, વસંત ગાર્ડન્સ અને લોક નિસર્ગના રહેવાસીઓ ખાસ કરીને પ્લાન્ટમાંથી નીકળતા ધ્વનિ-પ્રદૂષણ અને સ્થળની અંદર અને બહાર સતત ચાલતી હિલચાલથી પ્રભાવિત થાય છે. આ બધું ધ્વનિ-પ્રદૂષણમાં વધારો કરતું હોવાથી લોકોની હેલ્થ પર એની ખરાબ અસર થઈ રહી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
