
ભાંડુપમાં 30 કલાક જેટલો સમયપાણી પુરવઠો બંધ કરવામાં આવશે. જેના કારણે ભાંડુપવાસીઓને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ભાંડુપના કેટલાક વિસ્તારો 5 ફેબ્રુઆરી સવારે 11 વાગ્યાથી 6 ફેબ્રુઆરીના રોજ સાંજે 5 વાગ્યા સુધી વોટર ચેનલના કામ માટે બંધ રહેશે.પાણી પુરવઠોબંધ કરવામાં આવશે
પવઇ એન્કર બ્લોક અને મરોશી વોટર ટનલ વચ્ચે નવી 2,400 મી.મી. વ્યાસ વોટર ચેનલ નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તો 1,800 મી.મી. વ્યાસની પૂર્વ અને પશ્ચિમ બે વોટર ચેનલોને આંશિક રીતે કાપીને નવી વોટર ચેનલ કાર્યરત કરવામાં આવશે. તે માટે પુરવઠો બંધ રહેશે.

આ વિભાગમાં પાણી પુરવઠો બંધ ઃ એસ ડિવિઝન શ્રીરામપાડા, ખિંડીપાડા, તુલશેતપાડા, મિલિદ નગર. નારદાસ નગર, શિવાજી નગર, મરોડા હિલ, ભાંડુપ (પશ્ચિમ), ગૌતમ નગર, ફિલ્ટર પાડા, મહાત્મા ફુલે નગર, પાસપોલી ગામ, તાનાજીવાડી ઉદ્દાન કેન્દ્ર, મોરારજી નગર. સર્વોદય નગર, ગાદેવી ટેકરી. તુલશેતપાડા, ટેમ્ભીપાડા, નારદાસ નગર, રમાબાઈ નગર 1 અને 2, સાંઈ હિલ વગેરે.
ભાંડુપ જળાશયમાંથી પાણી પુરવઠો (5 અને 6 ફેબ્રુઆરી 2025 ના રોજ પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે)

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
