
ન્યૂ ઈન્ડિયા કો-એઓપરેટિવ બેન્કના રૃ.૧૨૨ કરોડના કૌભાંડના મામલામાં મુંબઈ પોલીસે કાંદિવલીના બિઝનેસમેન જાવેદ આઝમની ધરપકડ કરી છે. તેણે એક આરોપી પાસેથી રૃ.૧૮ કરોડ મેળવ્યા હતા. એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
આર્થિક ગુના શાખાએ સોમવારે મોડી રાતે આ ઝમ (ઉ.વ.૪૮)ને પકડયો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં સાતની ધરપકડ કરી છે.
કાંદિવલીના રહેલાસી જાવેદ ઈલેક્ટ્રિક સામાનના વિતરણનો વ્યવસાય કરે છે આ કેસમાં અગાઉ પકડાયેલા ઉન્નાથન અરુણાચલમ પણ આ વેપાર કરતા હતા. તે આઝમના સંપર્કમાં આવ્યા હતા. આઝમે તેની પાસેથી રૃ.૧૮ કરોડ મેળવ્યા હતા.
આરોપી ઉન્નાથન અને તેના પિતા મનોહર અરૃણાચલમે બેન્કમાંથી રૃ.૩૩ કરોડની ઉચાપત કરી હતી. આ કેસના મુખ્ય આરોપી બેન્કના ભૂતપૂર્વ જનરલ મેનેજર અને એકાઉન્ટસ હેડ હિતેશ મહેતાએ ૨૦૧૯માં મનોહર અરુણાચલમે રૃ.૧૫ કરોડ આપ્યા હતા.

ત્યારબાદ ૧૮ કરોડ લીધા હતા આ ૧૮ કરોડ ઉન્નાથને આરોપી જાવેદને આપ્યા હતા.
મુંબઈમાં ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેન્કની પ્રભાીદેવી ગોરેગાંમ ઓફિસમાંથી રૃ.૧૨૨ કરોડની ઉચાપત કરવામાં આવી હતી.
આ કૌભાંડ બહાર આવે તે પહેલા બેન્કના ભૂતપૂર્વ ચેરમેન હિરેન ભાનુ અને તેમની પત્ની ભૂતપૂર્વ વાઈસ ચેરપર્સન ગૌરી ભાનુ વિદેશ ભાગી ગયા હતા.તેમની સામે લુક આઉટ નોટિસ જારી કરવામાં આવી છે.
મુંબઈ પોલીસે ગયા અઠવાડિયે આરોપી હિતેશ મહેતાનાં પોલીગ્રાફ ટેસ્ટ કાલિનામાં આવેલી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં કરાવ્યો હતો તેના રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે આરોપીએ પૂછપરછ દરમિયાન ખોટી માહિતી આપી હતી. પોલીસ હવે મહેતાએ આપેલી માહિતીની ચકાસણી કરી રહી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
