
મુંબઈમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર જૂથ)ના નેતા બાબા સિદ્દિકીની હત્યાના મુખ્ય આરોપીઓમાંનો એક ઝીશાન અખ્તર ઉર્ફે જસ્સી પુરવાલ અઝરબૈજાનમાં હોવાનું પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે. પંજાબ પોલીસ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, ઝીશાનનું છેલ્લું સ્થાન અઝરબૈજાનમાં ટ્રેક કરવામાં આવ્યું છે, જે પૂર્વી યુરોપ અને એશિયામાં સ્થિત છે.મુંબઈના બાંદરા પૂર્વમાં ખેરવાડી સિગ્નલ પાસે 12 ઓક્ટોબર, 2024ના રાત્રે 9.15 વાગ્યે, ત્રણ શૂટરોએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા બાબા સિદ્દીકી પર ગોળીબાર કર્યો. તેમના વિધાનસભ્ય પુત્ર ઝીશાનની ઓફિસ સામે તેમની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કેસમાં વોન્ટેડ આરોપી શુભમ લોનકરે ફેસબુક પોસ્ટ દ્વારા હત્યાની જવાબદારી સ્વીકારી હતી. આ પછી, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ખુલાસો કર્યો કે હત્યા પહેલાં ત્રણેય શૂટરોએ લોરેન્સ બિશ્નોઈના નાના ભાઈ અનમોલ બિશ્નોઈ સાથે વાત કરી હતી.આ કેસમાં પોલીસે 29 જણને આરોપી બનાવ્યા હતા.

લોરેન્સ માટે કામ કરે છે, 9 કેસમાં વોન્ટેડ
ઝીશાન જાલંધરના નાકોદરના શંકર ગામનો રહેવાસી છે. તે હત્યા, લૂંટ અને ઘરફોડી, ચોરી સહિત 9 ગુના માટે વોન્ટેડ છે. 7 જૂન, 2024ના જેલમાંથી મુક્ત થયો. જેલમાં જ તે લોરેન્સ ગેંગના મુખ્ય ગેંગસ્ટર અને શૂટર વિક્રમ બ્રારને મળ્યો. તેમના દ્વારા તે લોરેન્સ ગેંગમાં જોડાયો. ગેંગસ્ટર લોરેન્સના નિર્દેશ પર ઝીશાને બાબા સિદ્દિકીની હત્યા કરી હતી. પિતાના અપમાનનો બદલો લેવા માટે ઝીશાન ગુનેગાર બન્યો હોવાની વાત અગાઉ પોલીસ સમક્ષ કબૂલી લીધી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
