મુલુંડમાં બિલ્ડીંગના ડિમોલીશનની કાર્યવાહી દરમ્યાન ઘરમાંથી લાખોના ઘરેણાની ચોરી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મુલુંડ વૈશાલીનગરમાં આવેલી જનાબાઈ ભાગડે ચાલમાં રહેતા સરિતા જયસ્વાલે ડિમોલિશન દરમ્યાન તેના ઘરમાંથી રૂા.૧૧ લાખના સોના-ચાંદીના દાગીના નિજામુદ્દીન ચૌધરી નામના મજૂરે ચોરી કર્યા હોવાની શંકાને આધારે તેની વિરૂદ્ધ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદ મુજબ જનાબાઈ ચાલ તોડીને ત્યાં રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરવાનો હોવાથી જૂની ચાલને તોડી નાખવાની કામગીરી ચાલુ હતી. ૯ એપ્રિલના સરિતાએ સાંજે ૫ વાગ્યે ઘર ખાલી કર્યું હતું પરંતુ ઉતાવળમાં તેમના સોના-ચાંદીના દાગીના ધરાવતી થેલી જ રહી ગઈ હતી. તેથી સરિતા સાડા સાત વાગ્યે રૂમ ૫૨ પાછા ફર્યા તો ભાંડુપનો રહેવાસી રૂમના દરવાજા પાછળ મજૂર નિજામુદ્દીન ત્યાં કામ કરી રહ્યો હતો અને દાગીનાની થેલી ગાયબ થયેલી જણાઈ હતી તેથી સરિતાએ તેની પૂછપરછ કરતાં નિજામુદ્દીને થેલી અંગે કોઈ જાણકારી ન હોવાનું જણાવ્યું હતું. જોકે નિજામુદ્દીન સિવાય હોવાની ખાતરી થતાં સરિતાને નિજામુદ્દીને જ દાગીના ચોર્યા હોવાની શંકા મજબૂત થતાં તેણે તેની વિરૂદ્ધ ૧૦૦ ગ્રામ સોનાના દાગીના તથા રૂા.૧ લાખની કિંમતના ચાંદીના વિવિધ દાગીના ચોરી કર્યા હોવાની ફરિયાદ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
