મુંબઈમાં રિક્ષાચાલકો માટે મરાઠી ભાષા ફરજિયાત બનાવવાના નિર્ણયને લઈને શરૂ થયેલો વિવાદ હવે ગંભીર વળાંક પર પહોંચી ગયો છે. રાજ્યના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈક દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ રાજકીય તેમજ સામાજિક સ્તરે પ્રતિક્રિયાઓ તેજ બની છે.
દરમિયાન બિશ્નોઈ ગેંગ દ્વારા સીધી ધમકી આપવામાં આવી હોવાના અહેવાલોથી પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ છે.મીરા- ભાયંદર વિસ્તારમાં કાર્યરત આરટીઓ અધિકારી નલાવડેને અજાણ્યા ફોન દ્વારા ધમકી આપવામાં આવી હતી. આ ધમકી મરાઠી ભાષાને ફરજિયાત બનાવવાના નિર્ણય સાથે જોડાયેલી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાએ વહીવટીતંત્રમાં ચિંતા ફેલાવી દીધી છે અને અધિકારીઓની સુરક્ષા વધારવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.

આ દરમિયાન બિશ્નોઈ ગેંગ તરફથી આવેલી ધમકીએ સમગ્ર મુદ્દાને કાયદો અને વ્યવસ્થાની દિશામાં ધકેલી દીધો છે. પોલીસે કેસ નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે, અને તપાસ એજન્સીઓ આ ધમકીના સ્ત્રોત સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે. પોલીસનું માનવું છે કે આ મામલે બિશ્નોઈ ગેંગના નામે કોઈ અન્યોએ પણ ધમકી આપી હોઈ શકે છે.
મનીષ દુબેએ સૂચન કર્યું કે મરાઠી શીખવા માટે સમયમર્યાદા આપવી જોઈએ. તેમણે એક વર્ષનો સમયગાળો આપીને 1 એપ્રિલ 2027 સુધીમાં આ નિયમ અમલમાં લાવવાની ભલામણ કરી હતી. સાથે જ તેમણે ચેતવણી આપી કે જો ટૂંકા ગાળામાં નિર્ણય લાદવામાં આવશે તો આંદોલન કરવામાં આવશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
