
મ્હાડા સાથે સંબંધિત કોઈ પણ ફરિયાદના નિવારણ માટે મ્હાડા ઉપાધ્યક્ષની અધ્યક્ષતા હેઠળ મ્હાડામાં દર મહિને લોકશાહી દિન ઉજવવામાં આવે છે. આ લોકશાહી દિને ફરિયાદીઓ મોટી સંખ્યામાં સહભાગી થાય છે અને પોતાની ફરિયાદોનું નિવારણ કરે છે. હવે મ્હાડા સાથે સંબંધિત તમામ વિભાગીય મંડળમાં લોકશાહી દિન પ્રમાણે જનતા દિન આયોજિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એ અનુસાર વિભાગીય મંડળના મુખ્ય અધિકારીની અધ્યક્ષતા હેઠળ જનતા દિન આયોજિત કરીને નાગરિકોની ફરિયાદનું નિવારણ કરવામાં આવશે. મહત્વની વાત એટલે આ જનતા દિન મહિનામાં બે વખત આયોજિત કરવામાં આવશે. તેથી હવે મંડળ સાથે સંબંધિત ફરિયાદ સીધા જે તે મંડળના મુખ્ય અધિકારીના માધ્યમથી ઉકેલી શકશે. તેથી આ નિર્ણય ઘણો મહત્વનો માનવામાં આવે છે.
રાજ્ય સરકારના નિર્દેશ અનુસાર મ્હાડાના તમામ વિભાગીય મંડળના માધ્યમથી મ્હાડાએ 100 દિવસની સાત કલમ કૃતી રૂપરેખા તૈયાર કરી છે. એના અંતર્ગત અનેક નવા પ્રકલ્પ હાથમાં લેવામાં આવ્યા છે. ચાલુ પ્રકલ્પ ઝડપથી પાટે ચઢાવવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. એ અનુસાર આ 100 દિવસની કૃતી રૂપરેખાની અમલબજાવણીનો કયાસ તાજેતરમાં જયસ્વાલે કાઢ્યો હતો. કૃતી રૂપરેખામાં સમાવેશ કરેલા પ્રકલ્પોની પ્રશાસકીય અને ટેકનિકલ માન્યતા તરત લઈને એક અઠવાડિયામાં ટેંડર જારી કરવા.

પ્રકલ્પો માટે ટેંડર પ્રક્રિયા અમલમાં મૂકતા નવા નિર્ણય અનુસાર ટેંડરનો સમયગાળો ઓછો રાખવો એવો આદેશ આ સમયે જયસ્વાલે મંડળને આપ્યો હતો. તેમ જ મ્હાડાના તમામ કાર્યાલયમાં સ્વચ્છતા ઝુંબેશ ચલાવીને તેની કાર્યવાહીનો અહેવાલ ફોટો સાથે મોકલવાનો આદેશ પણ તેમણે તમામ મંડળોને આપ્યો છે. મહત્વની વાત એટલે પોતપોતાના વિભાગના વિવિધ પ્રકલ્પોનો કયાસ લેવા દર મંગળવારે અધિકારીઓએ ક્ષેત્રીય પ્રકલ્પોની મુલાકાત લઈને પ્રકલ્પનો કયાસ અહેવાલ રજૂ કરવો એમ તેમણે જણાવ્યું હતું.
મ્હાડા સાથે સંબંધિત નાગરિકોની અનેક ફરિયાદ, સમસ્યા હોય છે. આ ફરિયાદ, સમસ્યાઓના નિરાકરણ માટે દરરોજ મોટી સંખ્યામાં બાન્દરાના મ્હાડા ભવનમાં નાગરિકો આવે છે. આવા સમયે દરકે નાગરિકની ફરિયાદનું ઝડપથી અને યોગ્ય નિરાકરણ થાય એ માટે તમામ વિભાગીય મંડળે મહિને બે વખત જનતા દિન આયોજિત કરવો એવો આદેશ જયસ્વાલે આપ્યો હતો.

દરમિયાન મ્હાડાના મુંબઈ ઈમારત રિપેરીંગ અને પુનર્રચના મંડળના સહમુખ્ય અધિકારી વિરુદ્ધ એક મહિલાએ ભ્રષ્ટાચારના આરોપ કર્યા હતા. એ સમયે એણે ગળામાં રૂપિયાની નોટોનો હાર પહેરાવ્યો હતો. મહિલા મ્હાડાની લાભાર્થી કે અરજદાર ન હોવા છતાં મ્હાડાના 11 અરજદારો તરફથી આ મહિલા સંબંધિત અધિકારી પાસે ફરિયાદ નિવારણ માટે પ્રયત્ન કરતી હતી. જો કે પોતાને અધિકારી તરફથી દાદ મળતી ન હોવાનો આરોપ કરતા એણે આંદોલન કર્યું હતું. આ બાબત ધ્યાનમાં લેતા જનતા દિન હવે મહત્વનો બનશે. જો કે ફરિયાદી મ્હાડાનો લાભાર્થી, અરજદાર હોવો જરૂરી છે. ત્રયસ્થ વ્યક્તિના માધ્યમથી અરજી કરીને કોઈ પણ જનતા દિનમાં સહભાગી થઈ શકશે નહીં.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
