
દક્ષિણ મુંબઈના ગિરગામ પરિસરમાં આવેલી કુરિયર કંપનીની ઑફિસમાંથી 1.85 કરોડ રૂપિયા ચોરવાના કેસમાં ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં રહેતા બે આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. કંપનીના નોકરે જ વતનના બે મિત્રની મદદથી ચોરી કરાવી હતી, પરંતુ રેલવે પોલીસની સતર્કતાથી આરોપી ઝડપાઈ ગયો હતો. ફરાર આરોપીના ઘરમાંથી પણ 51 લાખ રૂપિયા હસ્તગત કરાયા હતા.
વી. પી. રોડ પોલીસે ધરપકડ કરેલા બન્ને આરોપીની ઓળખ ધનજી પ્રવીણ સિંહ રાજપૂત (20) અને વિજય માનાજી રાજપૂત (19) તરીકે થઈ હતી. આરોપીઓના ફરાર સાથી હિતેશ રાજપૂત (20)ની પોલીસ શોધ ચલાવી રહી છે.

પોલીસ ફરિયાદ અનુસાર આરોપી વિજય રાજપૂત ગિરગામની એક કુરિયર કંપનીની ઑફિસમાં કામ કરતો હતો. ઑફિસનું કામકાજ વિજય અને નરેશને સોંપવામાં આવ્યું હતું. 21 ફેબ્રુઆરીએ ફરિયાદીની ઑફિસમાં આવેલી 1.85 કરોડની રોકડ કબાટમાં રાખવામાં આવી હતી. બીજે દિવસે નરેશે ફરિયાદીને કૉલ કરી કબાટમાંની રોકડ ચોરાઈ હોવાની જાણ કરી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
