
મોટા ભાગના લોકો જીવનભરની પુંજી લગાવીને ઘર ખરીદી કરે છે. આ રોકાણમાં છેતરપિંડી ન થાય એ માટે મહારેરાએ ઘર ખરીદદારોને કાયદેસર સક્ષમ કરતા અનેક નિર્ણય લીધા છે. હવે મહારેરાએ ઘર ખરીદનારાઓ માટે, રોકાણકારો માટે કેટલીક મહત્વની માર્ગદર્શક સૂચનાઓ જારી કરે છે. આ સૂચના અનુસાર પૂરતું ધ્યાન રાખવામાં આવે તો સુરક્ષિત અને સંરક્ષિત રોકાણ કરવું શક્ય થશે.
સંબંધિત હાઉસિંગ સોસાયટી પ્રકલ્પ મહારેરા પાસે રજિસ્ટર્ડ હોવા જોઈએ એ જરૂરી છે. ઉપરાંત સંબંધિત પ્રકલ્પ પર કોર્ટમાં કોઈ કેસ ચાલે છે કે? હોય તો એ શું છે? એની હાલની સ્થિતિ શું છે? એકંદરે વિગત શું છે? પ્રકલ્પ પર કોઈ બોજો છે કે? પ્રકલ્પનું કમન્સમેંટ સર્ટિફિકેટ કેટલા માળા માટે છે? સંબંધિત સ્થાનિક નિયોજન પ્રાધિકરણ તરફથી આપવામાં આવતી પ્રકલ્પ મંજૂરીની રૂપરેખામાં (એપ્રુવ્ડ પ્લાન) સમગ્ર પ્રકલ્પમાં શેના માટે મંજૂરી આપવામાં આવી છે એ બધી બાબતોની ઘર ખરીદનારાએ કોઈ પણ જાતનો વ્યવહાર કરવા પહેલાં જાણવું અત્યંત જરૂરી છે.

મહરેરાએ નવા હાઉસિંગ સોસાયટી પ્રોજેક્ટનું રજિસ્ટ્રેશન કરતા આ તમામ વિગત, પૂરક દસ્તાવેજો સહિત આપવું ફરજિયાત કર્યું છે. સંબંધિત પ્રકલ્પના મહારેરા રજિસ્ટ્રેશન નંબરની મદદથી મહારેરાની વેબસાઈટ પર એ બધા માટે ઉપલબ્ધ છે. ઘર ખરીદનાર અને પ્રમોટર વચ્ચે ઘર વેચાણ કરાર એટલે કે એગ્રીમેન્ટ ફોર સેલ અને ઘરનું રજિસ્ટ્રેશન કર્યાનો પત્ર (એલોટમેન્ટ લેટર) મહારેરાએ પ્રમાણિત કરેલા મુસદ્દા અનુસાર જ આપવું એ પ્રમોટર પર ફરજિયાત કરવામાં આવ્યું છે.
ઘર ખરીદી કરારમાં દૈવી આપત્તિ, ફ્લોર એરિયા (કારપેટ એરિયા), દોષ દાયિત્વ સમયગાળો (ડિફેક્ટ લાયેબિલિટી પીરિયડ) અને હસ્તાંતરણ કરાર (કન્વેયન્સ ડીડ) જેવી બાબતો અપરિવર્તનીય (નોન-નિગોશિયેબલ) રહેશે. એમાં ફેરફાર કરી શકાશે નહીં. નોંધણી પત્ર આપતા ઘર નંબર, કારપેટ એરિયા, પ્રકલ્પ પૂરો થવાની અપેક્ષિત તારીખની વિગત નોંધાવવી એમાં ફરજિયાત કરવામાં આવ્યું છે. પ્રમોટરે ઘરના ખરીદી કરારમાં અને નોંધણીપત્રમાં સ્વતંત્ર જોડપત્રમાં પાર્કિંગ અને આશ્વાસિત સુવિધાઓની સમગ્ર વિગત આપવી ફરજિયાત કરવામાં આવ્યું છે.
એમાં કવર્ડ પાર્કિંગ, ઓપન કે મેકેનિકલ અથવા ગેરેજ કેવું હશે એ સ્પષ્ટ કરવું જરૂરી છે. ઉપરાંત આ પાર્કિંગની લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ, પ્રકલ્પના સ્થળે પાર્કિંગની જગ્યા અહીં છે એ પણ એમાં નોંધવું જરૂરી છે. પ્રકલ્પમાં આશ્વાસિત કરેલી સુવિધાઓ ક્યારે ઉપલબ્ધ થશે, સોસાયટીને ક્યારે ટ્રાન્સફર કરવામાં આવશે એ પણ નોંધવું જરૂરી છે.

પ્રમોટરે એગ્રીમેન્ટ કરવું ફરજિયાત :
કુલ રકમમાંથી 10 ટકા સુધી રૂપિયા આપીને ઘર ખરીદી, ઘર રજિસ્ટ્રેશન કરતા હોય તો પ્રમોટરે ઘર વેચાણ કરાર કરવો ફરજિયાત છે. એમ કરતા ન હોય તો મહારેરા પાસે ફરિયાદ નોંધાવી શકો છે. તેમ જ જેમની મારફત આ વ્યવહાર કરો છો તે દલાલ પણ મહારેરા પાસે રજિસ્ટર્ડ હોવો જોઈએ. તેથી આ તમામ બાબતોની ખાતરી કરવી. નિયત મુદતમાં પ્રકલ્પની વર્તમાન સ્થિતિ દર્શાવતો અહેવાલ રજૂ ન કરનારા અને પ્રકલ્પ લેપ્સ થાય તો હાલની સ્થિતિ મહારેરાની વેબસાઈટ પર અપડેટ ન કરનારા પ્રકલ્પને મહારેરા સ્ટે આપી શકે છે. આ પ્રકલ્પના બેંક ખાતા ફ્રીઝ કરીને તેમના બધા વ્યવહાર રોકવામાં આવે છે. આવા પ્રકલ્પોની યાદી મહારેરા વેબસાઈટ પર હોય છે. રોકાણકારોએ આ યાદી જોઈ લેવી. ભવિષ્યમાં ઉપસ્થિત થનારી અનેક શક્યતા વિશે પહેલાં જ ધ્યાન રાખીને મહારેરાએ અનેક બાબતો પ્રમોટરો માટે ફરજિયાત કરી છે. ઘર ખરીદનારાઓને કાયદાકીય રીતે સક્ષમ કરવાનો પ્રયત્ન કર્યો છે. રોકાણકારોએ સજાગતાથી આ જોગવાઈઓની પૂર્તિ પ્રમોટર કરે છે કે નહીં એ જોવું જરૂરી છે. ઘર રજિસ્ટ્રેશન કરવા પહેલાં એની ચકાસણી કરવી જરૂરી છે. આમ કરવાથી જ પોતાનું રોકાણ સંરક્ષિત અને સુરક્ષિત થવામાં મદદ થશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
