આજે દેશ 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ અવસરે પીએમ મોદી લાલ કિલ્લાની પ્રાચીર પર ધ્વજ ફરકાવ્યો. પીએમ મોદી હાલ દેશને સંબોધન કરી રહ્યા છે. સ્વતંત્રતા દિવસ પર તેમનું સતત 10મું સંબોધન છે. 2024 લોકસભા ચૂંટણી પહેલા આ સંબોધનનું ખુબ મહત્વ છે. આ અગાઉ પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે તમને બધાને સ્વતંત્રતા દિવસની અનેક શુભકામનાઓ. આ ઐતિહાસિક અવસર પર અમૃતકાળમાં વિક્સિત ભારતના સંકલ્પને વધુ સશક્ત બનાવો. જય હિંદ. 

પીએમ મોદીનું સંબોધન
પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર શુભકામના આપતા કહ્યું કે જનસંખ્યાની દ્રષ્ટિએ પણ આપણે નંબર વન દેશ છીએ. તેમણે કહ્યું કે 140 કરોડનો દેશ, મારા ભાઈ બહેન અને પરિજનો આજે આઝાદીનો પર્વ મનાવી રહ્યા છે. દેશના કોટિ કોટિ લોકોને આઝાદીના આ મહાન પર્વની કોટિ કોટિ શુભકામનાઓ.

પીએમ મોદીએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી
પીએમ મોદીએ લાલ કિલ્લા પર પહોંચતા પહેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી.

આજના જ દિવસે 1947માં દેશ બ્રિટિશ શાસનથી મુક્ત થયો હતો. આજે દેશભરમાં 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી શાનથી તિરંગો લહેરાઈ રહ્યો છે. 15 ઓગસ્ટ પર દર વર્ષની જેમ ખાસ કાર્યક્રમ દિલ્હીના લાલ કિલ્લા પર થઈ રહ્યો છે. લાલ કિલ્લાની પ્રાચીર પર પ્રધાનમંત્રી ઝંડો ફરકાવે છે. લાલ કિલ્લાથી પીએમનું સંબોધન દેશને દશા અને દિશા આપનારું માનવામાં આવે છે. આ અવસરે પીએમ મોદી રાષ્ટ્ર માટે અનેક મહત્વની જાહેરાત કરતા હોય છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us