રાજ્ય સ૨કારે સ્ટેમ્પ પેપર ખરીદવા ઈચ્છતા લોકોએ તેને ખરીદવા માટે હવેથી રૂબરૂ જવું પડશે અને તે થર્ડ પાર્ટી દ્વારા ખરીદી શકાશે નહીં તેવો નવો નિયમ જારી કરતાં સમસ્ત મુંબઈના સ્ટેમ્પ પેપર વિક્રેતાઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. નવા નિયમોનો પરિપત્ર ફેબ્રુઆરીમાં બહાર પાડવામાં આવ્યો હતો જેનો વિક્રેતાઓ ઉગ્ર વિરોધ કર્યો છે. મુંબઈ શહેર અને ઉપનગરીય વિસ્તારોમાં કુલ ૨૯ સ્ટેમ્પ પેપ૨ વિક્રેતાઓ છે. અગાઉના નિયમ મુજબ વિક્રેતા સમક્ષ માન્ય ઓળખ કાર્ડ રજૂ કરીને કોઈપણ વ્યક્તિ માટે સ્ટેમ્પ પેપર ખરીદી શકાતું હતું. નવા નિયમ મુજબ વરિષ્ઠ નાગરિકો, વિકલાંગો, વિદ્યાર્થીઓ તેમજ સેલિબ્રિટીઓએ પણ રૂબરૂમાં સ્ટેમ્પ પેપર ખરીદવાના રહેશે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz 

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us