મંગળવારે હનુમાનજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસ હનુમાનજીને સમર્પિત છે. માન્યતા છે કે કોઈ આ દિવસે વિધિ-વિધાનથી ભગવાન બજરંગબલીની પૂજા કરે છે એમના બધા કષ્ટ દૂર થાય છે. મંગળવારે કોઈ ભક્ત હનુમાનજીનું વ્રત પણ રાખી શકે છે. આ દિવસે વ્રતનું ખુબ મહત્વ છે. ભોપાલના નિવાસી પંડિત હિતેન્દ્ર શર્મા અનુસાર મંગળવારે વિધિ વિધાનથી હનુમાનજીની પૂજા કરવાથી લાભ મળે છે. આઓ આજે તમને હનુમાનજી પૂજા કરવાના વિશેષ ઉપાય જણાવીએ છે.
સરસવના તેલનો દીવો પ્રગટાવોઃ મંગળવારે હનુમાન મંદિરમાં જઈને સરસવના તેલનો દીવો પ્રગટાવો. તેનાથી પૈસાની સમસ્યા દૂર થાય છે. ધ્યાન રાખો કે આ દીવો માટીનો જ હોવો જોઈએ. આ પછી હનુમાનજીની સામે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો. આમ કરવાથી વ્યક્તિની ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને હનુમાનજીની કૃપા બની રહે છે.
આ મંત્રનો જાપ કરોઃ જો કોઈ વ્યક્તિ દેવાદાર હોય તો તેણે મંગળવારે ઉપવાસ કરીને હનુમાન મંદિરમાં જઈને ‘ઓમ હનુમતે નમઃ’ મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. આ સાથે એવી પણ માન્યતા છે કે મંગળવારે ઋણ મુક્તિ માટે અંગારક સ્તોતનો પાઠ કરવાથી ઋણમાંથી મુક્તિ મળે છે.
તુલસીના પાન ચઢાવોઃ જો કોઈ વ્યક્તિની કુંડળીમાં મંગળની પ્રતિકૂળ અસર હોય તો તેણે 106 તુલસીના પાન પર રામનું નામ લખવું જોઈએ અને તેમાંથી માળા બનાવીને હનુમાનજીને પહેરાવવી જોઈએ. આ મંગલ દોષને દૂર કરવામાં ફાયદાકારક રહેશે. આ સાથે જ હનુમાનજીના ભક્તો પર શનિદેવની કૃપા રહે છે. શનિદેવ તેમને કોઈપણ પ્રકારની પરેશાની નથી આપતા. આ સાથે સુંદરકાંડનો પાઠ કરવાથી પણ મંગળ દોષ દૂર થાય છે.
ગાયને રોટલી ખવડાવોઃ મંગળવારે સવારે સ્નાન કરીને ગાયને રોટલી ખવડાવવાથી મા લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે. આ સિવાય મંગળવારે એક નારિયેળ લઈને તેને પોતાના ઉપરથી 7 વાર ફેરવો અને તેને હનુમાન મંદિરમાં અર્પણ કરો. આ ઉપાય કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે. દર મંગળવારે હનુમાનજીને નારિયેળ ચઢાવવાનો પ્રયાસ કરો.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz