૧૦ લાખના આરોગ્ય વીમાનો હોસ્પિટલો દ્વારા અમલ થાય તે જોવા સરકારી આદેશની મિહિર કોટેચાએ માંગ કરી છે. વિધાનસભાના બજેટ અધિવેશનમાં મિહિર કોટેચાએ જણાવ્યું હતું કે સામાન્ય નાગરિક માટે પંતપ્રધાન જન આરોગ્ય યોજના હેઠળ રૂા.૫ લાખ અને રાજ્ય સરકાર દ્વારા મહાત્મા જ્યોતિબા ફૂલે આરોગ્ય યોજના હેઠળ દર વરસે સા૨વા૨ પેટે રૂા.૫ લાખ આપવામાં આવે છે. આ સંબંધી મિહિર કોટેચાએ જણાવ્યું કે રાજ્ય સરકારએ તમામ ખાનગી અને વિધાનસભ્ય મિહિર કોટેચા જાહે૨ હોસ્પિટલ્સ માટે એક આદેશ બહાર પાડવો જોઈએ કે આ પ્રકારના કોઈ પેશન્ટ એડમીટ થાય તો પ્રત્યેકને રૂા.૧૦ લાખ સુધીની સા૨વા૨ કોઈપણ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં આપવામાં આવે તે માટે નોટિફિકેશન ઈસ્યુ કરવાની મિહિર કોટેચાએ માંગણી કરી હતી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz