July 27, 2024
11 11 11 AM
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો
પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
Breaking News
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો

મલાડમાં પ્રેમિકાએ વાત ન માનતા પ્રેમીએ સળિયા વડે કર્યો હુમલો

મલાડ (ઈ)ના કુરાર વિલેજમાં શનિવારે એક સ્થાનિક ગુંડા દ્વારા એક શિક્ષિકા પર સળિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં શિક્ષિકાને ગંભીર ઈજા થતાં તેમને કાંદિવલીની શતાબ્દી હોસ્પિટલના આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સ્થાનિક ગુંડો અને આરોપી મોહમ્મદ હારુની ઈદ્રિસી ઉર્ફે ચમન (૨૨) ભાગી છૂટયો હતો.

સૂત્રોનુસાર અમન શિક્ષિકાને એકતર્ફી પ્રેમ કરતો હતો અને લગ્ન કરવા તેના પર દબાણ લાવી રહ્યો હતો. આ ઘટના બાદ પોલીસે ઈદ્રિસી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર મલાડના કુરાર વિલેજનો સ્થાનિક ગુંડો ઈદ્રિસી ઉર્ફે ચમન અહીંની એક શિક્ષિકાને એકતર્ફી પ્રેમ કરતો હતો. તે સતત શિક્ષિકાનો પીછો કરતો અને તેને હેરાન કરી લગ્ન માટે દબાણ લાવી રહ્યો હતો. આ હેરાનગતિથી કંટાળી શિક્ષિકાએ કુરાર પોલીસ સ્ટેશનમાં ઈદ્રિસી સામે વર્ષ ૨૦૨૧માં એનસી નોંધાવી હતી.

આ ઘટના બાદ પણ તેણે શિક્ષિકાનો પીછો છોડયો નહોતો અને તેને સતત હેરાન કરતો હતો તેણે શિક્ષિકા પર હુમલો પણ કર્યો હતો. શિક્ષિકાએ આરોપી ઈદ્રિસી સામે ૨૦૨૨માં એફઆઈઆર નોંધાવી હતી. પોલીસે ત્યારે તેની ધરપકડ કરી તેને જેલભેગો કર્યો હતો. આ વાતથી ઈદ્રિસી રોષે ભરાયો હતો. જામીન પર છૂટીને આવ્યા બાદ પણ તેણે શિક્ષિકાને હેરાન કરવાનું બંધ કર્યું નહોતું. ત્યારબાદ શનિવારે તેણે શિક્ષિકા પર સળીયા વડે હુમલો કરતા તેમને માથા અને હાથ તેમજ કમરમાં ગંભીર ઈજા થતા તેમને કાંદિવલીની બાબાસાહેબ આંબેડકર શતાબ્દી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પોલીસ ઈદ્રિસી સામે આઈપીસીની કલમ ૩૦૭ (હત્યાના પ્રયાસ) હેઠળ ગુનો નોંધી આ ઘટના બાદ ભાગી છૂટેલા ઈદ્રિસીને પકડી પાડવાના પ્રયાસો હાથ ધર્યા છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us