
ઘાટકોપર (પૂર્વ)માં આર.બી. મહેતા માર્ગ પર ૭૫૦ મિલિમીટર વ્યાસની ૭૫૦ મિ.મી. વ્યાસની પાઈપલાઈનમાં પાલિકાના પાણીપુરવઠા વિભાગને મોટા પાયા પર ગળતર જણાઈ આવ્યું હતું. તેથી તેનું સમારકામ કરવાની સાથે અન્ય પાઈપલાઈનનું કામ આજે ગુરુવાર, 6 માર્ચના કરવામાં આવવાનું હોવાથી ગુરુવારે ઘાટકોપર (પૂર્વ)માં પાણીપુરવઠો બંધ રહેશે.
પાલિકાના પાણીપુરવઠા વિભાગના જણાવ્યા મુજબ ઘાટકોપર પૂર્વમાં આર.બી. મહેતા માર્ગ પર ૭૫૦ મિલિમીટર વ્યાસની પાઈપલાઈનમાં બુધવારે ગળતર જણાઈ આવ્યું હતું. એ સાથે જ ઘાટકોપર-અંધેરી લિંક રોડ પર મરાઠી વિદ્યાલય સામે ૬૦૦ મિ.મી. વ્યાસની પાઈપલાઈનનું જોડાણનું કામ ગુરુવાર, છ માર્ચના સવારના નવ વાગ્યાથી કરવામાં આવવાનું છે, જે રાતના નવ વાગ્યા સુધી એટલે કે લગભગ ૧૨ કલાક સુધી ચાલશે.

આ સમય દરમિયાન ઘાટકોપર (પૂર્વ)માં સમગ્ર વિસ્તારમાં ગુરુવારે પાણી પુરવઠાને બંધ કરવામાં આવશે. આ કામ પૂરું થયા બાદ તબક્કાવાર પાણીપુરવરઠો પૂર્વવત્ કરવામાં આવશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
