
મુંબઈમાં ફેબ્રુઆરીમાં અસામાન્ય ગરમીના મોજાનો અનુભવ થવાની શક્યતા છે કારણ કે ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ મંગળવાર અને બુધવારે શહેર અને આસપાસના વિસ્તારો માટે યલો અલર્ટ જારી કર્યું હતું મંગળવારે મુંબઈનું તાપમાન 38.7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું અને બુધવારે પણ શહેરમાં આવી જ સ્થિતિ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વેધશાળાએ મુંબઈ માટે ગરમીના મોજાની ચેતવણી જારી કરી છે. મંગળવારે કોલાબામાં મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું અને તેની સામે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન 38.7 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. વેધશાળાના સૂત્રોએ આપેલી માહિતી મુજબ મુંબઈમાં મંગળવારે નોંધાયેલું તાપમાન દાયકાનું ફેબ્રુઆરીમાં નોંધાયેલું ત્રીજું સૌથી ઊંચું તાપમાન છે.

આઈએમડી મુંબઈએ આપેલી માહિતી અનુસાર, ‘મંગળવારે અને બુધવારે મુંબઈ અને નજીકના વિસ્તારોમાં ગરમીના મોજા માટે યલો અલર્ટ જારી કરવામાં આવ્યું છે કારણ કે મહત્તમ તાપમાન 37-38 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું રહેવાની ધારણા છે, જે ફેબ્રુઆરી મહિના માટે સામાન્ય તાપમાન કરતાં લગભગ પાંચ ડિગ્રી સેલ્સિયસ વધારે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
