
મુંબઈગરાઓની લાઈફલાઈન ગણાતી મુંબઈ લોકલના મુખ્ય સ્ટેશનોમાં નજીકના સમયમાં વિદેશમાં હોવાનો અનુભવ થશે. નોકરિયાતોની સગવડ માટે પશ્ચિમ રેલવે પ્રશાસને મુખ્ય સ્ટેશનમાં ડિજિટલ લાઉન્જ એટલે કે વિશ્રામગૃહ ઊભા કરવાનો નિર્ણય લીધો છે. એના અંતર્ગત એરપોર્ટ પ્રમાણે વીજ, ટેબલ-ખુરસી, વાયફાય, પ્લગ પોઈંટ, કેફેટેરિયા વગેરે જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરી આપવામાં આવશે.
ઉપનગરીય માર્ગમાં સ્ટેશનોની કાયાપલટ કરતા પશ્ચિમ રેલવેએ ડિજિટલ લાઉન્જની સંકલ્પના અગ્રતાથી અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. એરપોર્ટ પર વેઈટિંગ રૂમમાં અદ્યતન સુવિધા હોય છે. એના પગલે અત્યારે પ્રાયોગિક ધોરણે મુખ્ય રેલવે સ્ટેશનોમાં ડિજિટલ લાઉન્જ ઊભા કરવામાં આવશે. હાલની સ્થિતિમાં રેલવે સ્ટેશનના વેઈટિંગ રૂમમાં પ્રવાસીઓ ટ્રેનની પ્રતિક્ષા કરી શકે છે અથવા થોડા રૂપિયા ચુકવીને એક્ઝિક્યુટીવ લાઉન્જમાં આરામ કરી શકે છે. જો કે અદ્યતન સુવિધાઓના અભાવે કાર્યાલયના કામ કરી શકતા નથી. આ અગવડ દૂર કરવાના હેતુથી અમે ડિજિટલ લાઉન્જ ઊભા કરવાનો પ્રકલ્પ અમલમાં મૂકશું એવી માહિતી પશ્ચિમ રેલવેના મુખ્ય વ્યવસાયિક વ્યવસ્થાપક તરુણ જૈને આપી હતી.

સ્ટેશનોનું આધુનિકીકરણ કરવાના પ્રકલ્પ અંતર્ગત ડિજિટલ લાઉન્જ ઊભા કરવામાં આવશે. એના પર લગભગ 947 કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે. કુલ 17 સ્ટેશનમાં આ વ્યવસ્થા હશે. પશ્ચિમ રેલવેના અધિકારીઓએ સ્ટેશનોમાં જગ્યા જોવાની શરૂઆત કરી છે. આ યોજના લોકલના પ્રવાસીઓ ઉપરાંત અન્ય નાગરિકો માટે પણ ઉપલબ્ધ રહેશે. કો-વર્કિંગ એરિયાનો લાભ લેવા માટે કલાકના હિસાબે ભાડું લેવામાં આવશે. એક સમયે 20 થી 50 લોકો ડિજિટલ લાઉન્જમાં બેસી શકશે.
ક્યાં હશે સુવિધા?
અંધેરી, ગોરેગાવ, બોરીવલી, બાન્દરા, મુંબઈ સેંટ્રલ જેવા મુખ્ય સ્ટેશનમાં અગ્રતાથી ડિજિટલ લાઉન્જ ઊભા કરવામાં આવશે. અંધેરી, ગોરેગાવ જેવા પરિસરમાં કાર્યાલયોનું પ્રમાણ વધારે છે. ત્યાંના નોકરિયાતોનો વિચાર કરીને આ પ્રકલ્પ ટૂંક સમયમાં અમલમાં મૂકવામાં આવશે. યુરોપના રેલવે સ્ટેશનોમાં પ્રવાસીઓ માટે કાર્યાલયના કામ કરવા ખાસ જગ્યાની વ્યવસ્થા હોય છે. એમાંથી પશ્ચિમ રેલવેએ પ્રેરણા લીધી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
