
શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘના ઉપક્રમે શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ કાંદાવાડીમાં આધ્યાત્મિક સર્વભોમ ગીતાર્થ ગુરુદેવ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય યુગ ભૂષણ સૂરીશ્વરજી મહારાજા (પંડિત મહારાજા)ની નિશ્રામાં ટ્રસ્ટીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘ તરફથી પૂજ્યશ્રીને કામલી વહોરાવવામાં આવી હતી.
શ્રી સ્થાનકવાસી ઉપાશ્રયના ટ્રસ્ટીઓની અન્ય સમુદાયના સાધુ, સાધ્વીજી ભગવંતની પ્રત્યે વૈયાવચ્ચની લાગણી, ઉદાર નીતિ અને પ્રસંગને અનુરૂપ માર્ગદર્શન આપવું તેમ જ પરિપૂર્ણ તાલમેલનું સુમધુર સંગીત એટલે સ્થાનકવાસી ટ્રસ્ટ મંડળને શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘ તરફથી સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘને સન્માનપત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે હસમુખભાઈ વી. શાહે જણાવ્યું કે આ ઉપાશ્રય છેલ્લાં 80થી વધુ વર્ષથી દરેક સમુદાયના સાધુ, સાધ્વીજી ભગવંતોને વૈયાવચ્ચનો સુંદર લાભ લે છે.

શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘના ઉપાધ્યક્ષ સંજય શાહે જણાવ્યું કે, કોરોનાના કપરા સમયમાં પણ દરેક સમુદાયના સાધુ સાધ્વીજીની વૈયાવચ્ચ કરી. તેમના ઉપાશ્રયમાં અન્ય જૈન સંઘોના શ્રાવક શ્રાવિકાને સામૂહિક સંવત્સરી પ્રતિકમણ કરવાની મંજૂરી આપી, તેનું જૈન સમાજે ઉદારતાના ગુણનl ધારાની નોંધ કાયમની લેવા જેવી છે. આ ટ્રસ્ટ મંડળ સમગ્ર જૈન સમાજ માટે પ્રેરણા અને માર્ગદર્શક છે. શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘના ટ્રસ્ટી અશોકભાઈ ચરલાએ જણાવ્યું કે, શેષ કાળમાં અન્ય સમુદાયના સાધુ સાધ્વીજી ભગવંતો માટે તેમનો ઉપાશ્રય સદાય ખુલ્લું જ હોય છે.
વરસના બે વખત સુંદર રીતે સાધર્મિક ભક્તિ
આ પ્રસંગે સંજયભાઈ શાહ, ટ્રસ્ટી અશોકભાઈ ચરલા અને મહિલા વિભાગનાં ઉપાધ્યક્ષા અલ્પાબેન શાહને હસ્તે કમલેશભાઇ વી. શાહ – મંત્રી, અશોકભાઈ પી પારેખ – મંત્રી તેમ જ કારોબારીના સભ્ય હસમુખ પી. શાહ અને મનોજભાઈ ગાલાનું બહુમાન કરવામાં આવ્યું હતું. ઉપાશ્રયમાં વરસના બે વખત તેઓ ખૂબ જ સુંદર રીતે સાધર્મિક ભક્તિ કરે છે, જેમાં 500થી વધુ સાધર્મિક લોકો લાભ લે છે. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ ટ્રસ્ટ મંડળની આ ઉદારતાના ગુણની ધારા ભવિષ્યમાં પણ શાસન સેવામાં વહાવતા રહેશે એવી શાસન દેવને પ્રાર્થના આ પ્રસંગે અનેક જૈન દેરાસર ના ટ્રસ્ટી પાઠશાળા ના બાળકો અને મોટી સંખ્યામાં શ્રાવક અને શ્રાવિકા ઉપસ્થિત હતા.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
