
શરીરના નીચેના અંગો પર વધતી ચરબી ઘણીવાર સ્થૂળતા નહીં એક બીમારીના કારણે પણ વધે છે. આ બીમારી કઈ છે અને તેના લક્ષણો શું છે ચાલો તમને જણાવીએ.
શરીરમાં ચરબી વધતી જાય એ સમસ્યા આજે ઘણા લોકોને સતાવે છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેમના શરીરના નીચેના અંગો પર ચરબી વધારે જામે છે. શરીર બેડોળ થઈ જાય તો તેનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર થાય છે.
કમર, સાથળ, કુલ્હા પર જ ચરબી વધતી હોય તો તે લિપિડેમાના કારણે હોય શકે છે. આ બીમારી શું છે અને તેના અન્ય લક્ષણો કયા છે ચાલો જાણીએ.

શું છે લિપિડેમા ?
લિપિડેમા એવી બીમારી છે જેમાં પગ, જાંઘ અને કુલ્હા પર એક્સટ્રા ફેટ જામવાના કારણે થાય છે. આ ખૂબ જ ખતરનાક બીમારી છે. 99 ટકા લોકો આ બીમારીને વધેલું વજન સમજીને ઈગ્નોર કરે છે. શરીરના નીચેના ભાગમાં જ ફેટ જામતું હોય તો તે લિપિડેમા હોય શકે છે. આ બીમારીને ઈગ્નોર કરવી ખતરનાક સાબિત થઈ શકે છે.
લિપિડેમાના લક્ષણ
– લિપિડેમા હોય તે વ્યક્તિને સાથળ, કુલ્હા અને પીંડીમાં ફેટ જામે છે.
– કેટલાક લોકોને બાવડામાં પણ ચરબી વધવા લાગે છે.
– પગમાં અને શરીરના નીચેના ભાગમાં દુખાવો થાય છે.
– પગ ભારે લાગે છે અને સોજા વધે છે.
– સતત થાક અને નબળાઈનો અનુભવ થાય છે.

લિપિડેમાના કારણ
લિપિડેમા બીમારી જેનેટિક્સ વિકારના કારણે થઈ શકે છે. જો કે આ રોગ થવાનું યોગ્ય કારણ જાણવું મુશ્કેલ છે. કેટલાક સંકેતોની મદદથી આ બીમારી વિશે જાણી શકાય છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
