
માસિક સમયે મોટાભાગની મહિલાઓને દુખાવો થતો હોય છે. શરુઆતના 2 દિવસો દરમિયાન આ દુખાવો સૌથી વધુ હોય છે. અસહ્ય દુખાવાને દુર કરવા દર મહિને દવાઓ લેવી યોગ્ય નથી. દવાઓને બદલે તમે આ 5 ઘરે નુસખા અપનાવી શકો છો. આ નુસખા દુખાવાને કંટ્રોલ કરી શકે છે.
ઘણી મહિલાઓને માસિક દરમિયાન અસહ્ય દુખાવો થતો હોય છે. મોટાભાગે શરૂઆતના 2 દિવસ દરમિયાન આ દુખાવો રહે છે. ત્યાર પછી દુખાવાની તીવ્રતા ઓછી થવા લાગે છે. માસિક સમયે પેટના નીચેના ભાગમાં, પીઠમાં સૌથી વધારે દુખાવો થાય છે. આ દુખાવો હોર્મોનલ અસંતુલન, સ્ટ્રેસ અને શરીરમાં આવેલા સોજાના કારણે પણ હોઈ શકે છે.. આ દુખાવો ઘણી મહિલાઓને એટલો વધારે હોય છે કે તેઓ દિવસના કામ પણ કરી શકતી નથી. જેના કારણે મોટાભાગે તેઓ પેઈન કિલર ખાતી હોય છે. પરંતુ દર મહિને પેઇન કિલર ખાવી હાનીકારક છે. તેથી જ આજે તમને એવા ઘરેલુ નુસખા જણાવીએ જેની મદદથી તમે કુદરતી રીતે માસિકના દુખાવાથી મુક્તિ મેળવી શકો છો. આ 5 ઘરેલુ નુસખા પ્રાકૃતિક હોવાથી દુખાવાથી આરામ પણ આપશે અને સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પણ નહીં કરે. તો ચાલો તમને જણાવીએ માસિકનો દુખાવો દૂર કરે તેવા અસરકારક ઘરેલુ નુસખા વિશે.
માસિકનો દુખાવો મટાડવાના 5 પ્રભાવી ઉપાય

હળદર અને આદુ
હળદર અને આદુમાં એવા ગુણ હોય છે જે સોજો ઘટાડે છે અને દુખાવાથી રાહત આપે છે. માસિકના દુખાવાને દૂર કરવા માટે આદુની ચા બનાવીને પી શકાય છે. હળદર પણ એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ ધરાવે છે તે દુખાવાને શાંત કરી શકે છે. માસિક સમયે ગરમ પાણીમાં હળદર ઉમેરીને પીવાથી દુખાવાથી રાહત મળી શકે છે
ફુદીનો અને કૈમોમાઈન
ફુદીનો અને કેમોમાઈન ટી માસિકના દુખાવાથી આરામ આપી શકે છે. આ બંને વસ્તુની ચા પીવાથી માસિકમાં સારું રહે છે. ફુદીનો સ્નાયુને આરામ આપે છે અને કેમૌમાઈન ટી માનસિક શાંતિ તેમજ શરીરને રાહત આપે છે. આ બંને પ્રકારની ચા દુખાવા અને ઘટાડી શકે છે.
ગરમ પાણી
માસિક દરમિયાન પેટના નીચેના ભાગમાં સૌથી વધારે દુખાવો રહે છે. આ દુખાવાથી રાહત મેળવવા માટે તમે હીટ પેડ અથવા ગરમ પાણીની બોટલથી શેક કરી શકો છો. તેનાથી રક્તસંચાર સુધરે છે અને માસિક દરમિયાન રાહત મળે છે

યોગ અને વ્યાયામ
માસિક દરમિયાન પણ હળવો વ્યાયામ કરવો જોઈએ. માસિકના દુખાવાને મટાડવાનો આ પ્રભાવિત ઉપાય છે. માસિક દરમિયાન કેટલાક યોગાસન કરી શકાય છે તેનાથી સ્નાયુને આરામ મળે છે અને દુખાવો પણ શાંત થઈ શકે છે.
સંતુલિત આહાર લેવો
માસિક દરમિયાન યોગ્ય આહાર લેવો પણ ખૂબ જરૂરી છે. સંતુલિત આહાર દુખાવાને ઘટાડવામાં મદદ કરે છે. માસિક દરમિયાન ભોજનમાં વધારે ફળ, આખા અનાજ અને કેલ્શિયમથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરવો. કેલ્શિયમ સ્નાયુના સંકોચનને નિયંત્રિત કરે છે અને દુખાવો ઓછો કરવામાં મદદ કરે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
