
મહાપાલિકાએ કોઈ પણ કરવધારા વિનાનું મૂડીખર્ચ 58 ટકાએ લઈ જઈ મુંબઈના વિકાસનો વિશ્વાસ દ્રઢ કરનારું 74,427 કરોડ રૂપિયાનું 2025-26 વર્ષનું બજેટ મંગળવારે રજૂ કર્યું. એશિયાની સૌથી શ્રીમંત મહાપાલિકાના આજ સુધીના આ સૌથી મોટા બજેટમાં મુંબઈમાં માળખાકીય સુવિધાઓ સાથે શિક્ષણ, પર્યટન, પ્રદૂષણ પર મોટે પાયે ભાર આપવામાં આવ્યો છે.
મહાપાલિકા કમિશનર અને પ્રશાસક ભૂષણ ગગરાણીએ બજેટ રજૂ કર્યું.મુંબઈ માટે વિશેષ વાતાવરણીય બદલાવ માટે રૂ. 113.18 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મુંબઈમાં સુયોગ્ય સ્થળે લંડન આઈની જેમ જાહેર ખાનગી ભાગીદારી મોડેલ અંતર્ગત મુંબઈ આઈ ઊભું કરવામાં આવશે. આ સાથે રાણીબાગના પ્રાણી સંગ્રહાલયમાં ઝેબ્રા, જિરાફ, સફેદ સિંહ, જેગુઆર વગેરે પ્રાણીઓ માટેની પ્રદર્શન ઊભી કરાશે.
શહેરના કોલીવાડીઓનો વિકાસ કરવા અને પર્યટકોને આકર્ષિત કરવા માટે રૂ. 25 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.મુંબઈ મહાપાલિકાની વિવિધ બેન્કોમાં હાલમાં રૂ. 81,774.42 કરોડની થાપણો છે. તેમાંથી વિવિધ વિકાસકામો માટે 2023-24માં રૂ. 6364.48 કરોડનું ભંડોળ ઉપાડવામાં આવ્યું હતું. 2024-25 સુધી રૂ. 12,119.47 કરોડ ઉપાડવામાં આવ્યા છે. 2025-26માં રૂ. 16,699.78 કરોડ ઉપાડવામાં આવશે.

ઝૂંપડાંમાં વ્યવસાય કરનાર પર વેરો
મુંબઈમાં 2.50 લાખમાંથી 50 હજાર ઝૂંપડપટ્ટીઓમાં ઉદ્યોગધંધા ચાલી રહ્યા છે. તેમની પર માલમતા વેરો લાદવામાં આવશે, જેની સામે તેમને સુવિધાઓ આપવામાં આવશે. ઝૂંપડપટ્ટીઓ પર વ્યાવસાયિક માલમતા કરમાંથી રૂ. 350 કરોડની મહેસૂલી આવક ઊભી થવાનું અપેક્ષિત છે. નાગરિકોને ઉત્તમ સુવિધાઓ આપવા અને સ્વચ્છ તથા નિરોગી મુંબઈ માટે ઘનકચરા વ્યવસ્થાપન વપરાશકર્તાઓને શુલ્ક લાગુ કરવાનો પણ મહાપાલિકાન વિચાર છે.
બજેટની સરાહના સાથે વિરોધ પણ
હાલમાં જ ભાજપમાં જોડાયેલા માજી વિરોધી પક્ષ નેતા રવી રાજાએ જણાવ્યું કે આ બજેટ લોકાભિમુખ છે. અનેક મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પનો અમલ કરવા છતાં કોઈ કર વધારો સૂચવ્યો નથી તે તેની વિશેષતા છે. સમાજવાદી પાર્ટીના વિધાનસભ્ય રઈસ શેખે કહ્યું કે ઝૂંપડપટ્ટીમાં વ્યાવસાયિક યુનિટ્સ પર માલમતા વેરો અને ઘનકચરા વ્યવસ્થાપન શુલ્ક સામે અમારો વિરોધ રહેશે. તેનો અમલ થવા નહીં દઈએ. ઉપ મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું કે કોઈ કરવધારો, શુલ્કવધારો, દંડવધારા વિનાનું આ બજેટ સામાન્ય મુંબઈગરાને દિલાસો આપનારું છે. હકારાત્મક, વિકાસાભિમુખ, વિદ્યાર્થીઓથી નોકરિયાતો સુધી અને શ્રમિકોથી ઉદ્યોજકો સુધી સર્વ વર્ગનો વિચાર કરવામાં આવ્યો છે.

દહિસરમાં ફાઈવ સ્ટાર હોટેલ ઊભી કરશે
દહિસર જકાત નાકાની જગ્યા પર ફાઈવ સ્ટાર ઊભી કરાશે. બેસ્ટ પ્રશાસન માટે રૂ. 1000 કરોડની જોગવાઈ કરાઈ છે. દહિસરથી ભાયંદર સુધી એલીવેટેડ માર્ગ માટે રૂ. 4300 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગોરેગાવ મુલુંડ લિંક રોડ માટે રૂ. 1958 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પ્રભાદેવી, ભાંડુપ, મુલુંડ, જુહુ, મલાડ ખાતે 32,782 પીએપી ઘરોના પ્રસ્તાવને મંજૂરી અપાઈ છે. પાણી પુરવઠા પ્રકલ્પ માટે રૂ. 4000 કરોડ, આપત્તિ વ્યવસ્થાપન માટે રૂ. 309 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
