
અનહેલ્ધી ભોજન, દૂષિત વાતાવરણના કારણે શરીરમાં ટોક્સિન્સ અને ઈંફેકશન કરતાં બેક્ટેરિયા જમા થઈ શકે છે. આ ટોક્સિન્સને બહાર કાઢવા માટે તમે આ હેલ્ધી ડ્રિંક્સની મદદ લઈ શકો છો.
માણસના શરીરને પણ સમયે સમયે સફાઈની જરૂર પડે છે. કારણ કે શરીરમાં પણ ખરાબ ખાનપાન અને દૂષિત વાતાવરણના કારણે ટોક્સિન જમા થતા હોય છે. આ ટોક્સિનને બહાર કાઢવામાં ન આવે તો શરીર બીમાર પડી જાય છે. કારણ કે શરીરમાં બીમારી ઉત્પન્ન કરતાં તત્વો પણ જતા હોય છે. જો હેલ્ધી વસ્તુઓનું સેવન ન કરવામાં આવે તો ટોક્સિનના કારણે શરીરની રોગપ્રતિકારક ક્ષમતા ઘટવા લાગે છે આ સ્થિતિમાં બીમાર થવાની સંભાવના અનેક ગણી વધી જાય છે.
શરીર યોગ્ય રીતે કામ કરતું રહે અને ડિટોક્સ પણ થાય તે માટે માર્કેટમાં ઘણા બધા વિકલ્પ ઉપલબ્ધ હોય છે. પરંતુ જો તમારે કોઈપણ પ્રકારનો ખર્ચો કર્યા વિના નેચરલ ડ્રિન્કની મદદથી શરીરના ટોક્સિનને બહાર કાઢવા હોય અને શરીરને હાઇડ્રેટ રાખવું હોય તો પણ શક્ય છે. આજે તમને ઘરના રસોડામાં રહેલી કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીએ જેનું પાણી બનાવીને પીવાથી શરીરમાંથી ઝેરી વસ્તુઓ બહાર નીકળી જાય છે.

શરીરને સાફ કરતા નેચરલ ડ્રિન્ક્સ
ધાણાનું પાણી
સવારે ખાલી પેટ સૂકા ધાણાનું પાણી પીવાથી લાભ થાય છે. તેનાથી શરીરમાં જામેલા ઝેરી તત્વ પેશાબ માટે બહાર નીકળી જાય છે. જેના કારણે લીવરનું સ્વાસ્થ્ય સારું રહે છે અને ચયાપચયની પ્રક્રિયા પણ સારી રીતે થાય છે.
કાકડી, ફુદીનો આદુનું પાણી
કાકડી, ફુદીનો, આદુ અને લીંબુ મિક્સ કરીને શક્તિશાળી ડિટોક્ષ ડ્રિન્ક બનાવી શકાય છે. આ ચાર વસ્તુઓ પાણીમાં મિક્સ કરીને તેનું સેવન કરવાથી પાચન સારી રીતે થાય છે. આ ચાર વસ્તુઓનું પાણી દિવસ દરમિયાન પણ પી શકાય છે. આ પાણી શરીરની સિસ્ટમને અંદરથી સાફ કરે છે.
સ્ટ્રોબેરી અને લીંબુ
સ્ટ્રોબેરી એન્ટી ઓક્સીડન્ટથી ભરપૂર હોય છે તે સોજા ઓછા કરે છે અને ઇન્સ્યુલિન સ્તરમાં મદદ કરે છે. પાણીમાં લીંબુ અને સ્ટ્રોબેરી મિક્સ કરીને પીવાથી પીએચ લેવલ સંતુલિત રહે છે અને શરીર સાફ પણ થાય છે.

જીરાનું પાણી
જીરાનું પાણી શરીરને ડિટોક્સ કરવામાં સૌથી વધુ મદદ કરે છે. આ પાણી પીવાથી શરીરના બધા જ વિષાકત પદાર્થ બહાર નીકળી જાય છે. આ પાણી પીવાથી ચયાપચય તેજ થાય છે અને પાચનતંત્ર સુધરે છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
