July 27, 2024
11 11 11 AM
આજનું રાશિફળ (Saturday, July 27, 2024)
ફ્રી મેડિકલ કેમ્પ તથા મફત દવાઓ… FREE….FREE….FREE…MOBILE CLINIC
વરલીમાં 50 વર્ષીય વ્યક્તિની હત્યા મુદ્દે એકની ધરપકડ
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
અવસાન નોંધ
ઘાટકોપરમાં રમેશ પારેખની યાદમાં સાહિત્ય દરબાર
રેલવેનો પોતાની હદમાં ઊભા કરેલા જાહેરાત હોર્ડિંગ હટાવવાનો ઈનકાર
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
Breaking News
આજનું રાશિફળ (Saturday, July 27, 2024) ફ્રી મેડિકલ કેમ્પ તથા મફત દવાઓ… FREE….FREE….FREE…MOBILE CLINIC વરલીમાં 50 વર્ષીય વ્યક્તિની હત્યા મુદ્દે એકની ધરપકડ પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ અવસાન નોંધ ઘાટકોપરમાં રમેશ પારેખની યાદમાં સાહિત્ય દરબાર રેલવેનો પોતાની હદમાં ઊભા કરેલા જાહેરાત હોર્ડિંગ હટાવવાનો ઈનકાર અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ

Health Tips: ડુંગળીના રસમાં આ 3 વસ્તુ ભેળવીને લગાવો, થોડા દિવસમાં સફેદ વાળ કાળા થવા લાગશે

હેર ફોલ રોકવાથી લઈને વાળને નેચરલી કાળા કરવા માટે ડુંગળીનો રસ ખુબ પ્રભાવી છે. જો તમે પણ સફેદ વાળની સમસ્યાથી પરેશાન હોવ તો ડુંગળીનો રસ અનેક રીતે ઉપયોગમાં લઈ શકો છો. જાણો કેવી રીતે ડુંગળીનો રસ લગાવવો.

સફેદ વાળની સમસ્યા આજકાલ સામાન્ય થઈ ગઈ છે. એક સમય હતો જ્યારે ઉંમરલાયક થાય ત્યારે જ વાળ સફેદ થતા હતા. પરંતુ આજકાલ તો નાની ઉંમરે સફેદવાળની સમસ્યા જોવા મળી રહી છે. આવામાં સફેદવાળ કાળા કરવા માટે લોકો મહેંદી, કલર, ડાઈ વગેરેનો ઉપયોગ કરે છે. પરંતુ તેમાં હાનિકારક કેમિકલ્સ હોય છે જે તમારા વાળને નુકસાન પહોંચાડી શકે છે. આવામાં સફેદ વાળની સમસ્યાને દૂર કરવા માટે તમે કેટલાક ઘરેલુ ઉપાય અજમાવી શકો છો. જેમાં એક વસ્તુ છે ડુંગળી. હેર ફોલ રોકવાથી લઈને વાળને નેચરલી કાળા કરવા માટે ડુંગળીનો રસ ખુબ પ્રભાવી છે. જો તમે પણ સફેદ વાળની સમસ્યાથી પરેશાન હોવ તો ડુંગળીનો રસ અનેક રીતે ઉપયોગમાં લઈ શકો છો. જાણો કેવી રીતે ડુંગળીનો રસ લગાવવો. 

ડુંગળીના રસના ફાયદા
ડુંગળીના રસમાં ભરપૂર પ્રમાણમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે જે વાળને સફેદ થતા રોકે છે. તેમાં રહેલું સલ્ફર વાળને ખરતા રોકે છે અને હેર ગ્રોથને પ્રોત્સાહન આપે છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણો પણ હોય છે જે ડેન્ડ્રફથી છૂટકારો અપાવવામાં મદદ કરે છે. વાળમાં ડુંગળીનો રસ લગાવવાથી વાળ લાંબા,કાળા અને મજબૂત થાય છે.

કેવી રીતે કરવો ઉપયોગ

ડુંગળીનો રસ અને નારિયેળનું તેલ
સફેદવાળને કાળા કરવા માટે તમે ડુંગળીનો રસ નારિયેળના તેલમાં ભેળવીને લગાવી શકો છો. તેના માટે બંને ચીજોને બરાબર પ્રમાણમાં ભેળવીને તમારા વાળમાંલગાવો. અડધો કલાક રાખ્યા બાદ કોઈ માઈલ્ડ શેમ્પુથી ધોઈ નાખો. થોડા અઠવાડિયા સુધી આ રીતે ઉપયોગ કરવાથી વાળ કાળા થવા માંડશે. 

ડુંગળીનો રસ અને આંબળાનો જ્યૂસ
સફેદવાળને કુદરતી રીતે કાળા કરવા માટે તમે ડુંગળીના રસને આંબળાના જ્યૂસ સાથે મિક્સ કરીને લગાવી શકો છો. આ માટે એક વાટકીમાં બે ચમચી ડુંગળીનો રસ અને બે ચમચી આંબળાનો જ્યૂસ લો. હવે આ મિશ્રણને તમે વાળ પર લગાવો અને 1-2 કલાક માટે છોડી દો. ત્યારબાદ વાળને કોઈ માઈલ્ડ શેમ્પુથી ધોઈ લો. સારા પરિણામ માટે અઠવાડિયામાં એકથી બે વાર લગાવો. 

ડુંગળીનો રસ અને એલોવીરા
વાળને કાળા કરવા માટે તમે ડુંગળીના રસને એલોવીરા સાથે ભેળવીને લગાવી શકો છો. આ માટે તમે એલોવીરા જેલ અને ડુંગળીના રસને બરાબર પ્રમાણમાં લઈ મિક્સ કરો. આ મિશ્રણને વાળમાં લગાવો અને 2થી 3 કલાક માટે રહેવા દો. ત્યારબાદ માઈલ્ડ શેમ્પુથી વોશ કરી લો. તમે સપ્તાહમાં બેથી ત્રણવાર તેનો ઉપયોગ કરી શકો છો. તે વાળની અનેક સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરશે. 

ખાસ નોંધ: સફેદ વાળને કાળા કરવા માટે તમે ડુંગળીના રસનો ઉપયોગ કરી શકો છો. જો કે ધ્યાન રાખો કે જો તમને આમાંથી કોઈ પણ વસ્તુની એલર્જી હોયતો તેનો ઉપયોગ ન કરવો. 

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1

Home

One thought on “Health Tips: ડુંગળીના રસમાં આ 3 વસ્તુ ભેળવીને લગાવો, થોડા દિવસમાં સફેદ વાળ કાળા થવા લાગશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us