
લસણ ભારતીય રસોડાનું સુપરફુડ છે. આજ સુધી તમે ફણગાવેલા મગ કે મેથી ખાવાથી થતા લાભ વિશે જાણ્યું હશે. આ વસ્તુઓની જેમ લસણને પણ ફણગાવીને ઉપયોગમાં લેવામાં આવે તો શરીરને અનેક લાભ થાય છે. ચાલો તમને જણાવીએ ફણગાવેલા લસણથી થતા લાભ વિશે.
લસણ ભારતીય રસોડાનું સુપરફૂડ છે. સુપરફૂડ એટલા માટે કે લસણ અલગ અલગ વાનગીઓમાં સ્વાદ વધારવામાં ઉપયોગી છે અને સાથે જ આયુર્વેદમાં પણ તેને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. લસણનો ઉપયોગ તમે પણ અત્યાર સુધીમાં ઘણી વખત કર્યો હશે. પરંતુ શું તમે જાણો છો કે અંકુરિત લસણ એટલે કે ફણગાવેલું લસણ ખાવાથી શરીરને વધારે ફાયદો થાય છે? નિષ્ણાંતોનું માનવું છે કે ખાલી પેટ અંકુરત લસણની એક કળી ખાવાથી પણ શરીરને અદભુત ફાયદા થાય છે. અને આ ફાયદા ગણતરીના દિવસોમાં જ દેખાવા લાગે છે.

અંકુરિત લસણમાં સામાન્ય લસણની સરખામણીમાં એન્ટિઓક્સિડન્ટ વધારે માત્રામાં હોય છે. લસણ જ્યારે અંકુરિત થાય છે તો તેમાં નવા બાયોએક્ટિવ કમ્પાઉન્ડ વિકસિત થાય છે. જે શરીરની ઇમ્યુનિટીને વધારે છે અને સંક્રમણથી બચાવ કરવામાં મદદ કરે છે.
ફણગાવેલા લસણથી શરીરને થતા 7 ફાયદા
1. અંકુરિત લસણનું સેવન કરવાથી શરીરની ઇમ્યુનિટી મજબૂત થાય છે. લસણમાં સલ્ફર કમ્પાઉન્ડ હોય છે જે શરીરને બેક્ટેરિયા અને વાઇરસથી બચાવવામાં મદદ કરે છે.
2. અંકુરિત લસણ હૃદયની નસોને સાફ કરે છે અને બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઓછું થઈ શકે છે.
3. ખાલી પેટ અંકુરિત લસણ ખાવાથી પાચનક્રિયા સુધરે છે અને પેટની સમસ્યા જેમકે ગેસ એસીડીટી અને અપચાથી રાહત મળે છે.
4. લસણ મેટાબોલીઝમને બુસ્ટ કરે છે જેના કારણે શરીરની કેલરી બાળવાની ક્ષમતા વધે છે અને વજન કંટ્રોલમાં રહે છે.
5. અંકુરિત લસણ શરીરને ડીટોક્ષ કરે છે એટલે કે શરીરમાં રહેલા ટોક્સિન્સને બહાર કાઢવાનું કામ કરે છે તેના કારણે લીવર હેલ્ધી રહે છે.

6. અંકુરિત લસણનું સેવન કરવાથી ઇન્સ્યુલિન લેવલ કંટ્રોલમાં રહે છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.
7. સંશોધન અનુસાર અંકુરિત લસણમાં એવા કમ્પાઉન્ડ હોય છે જે કેન્સર સેલ્સના વિકાસને રોકવામાં મદદ કરે છે.
કેવી રીતે કરવું સેવન ?
અંકુરિત લસણને રાત આખી પાણીમાં પલાળી રાખો. ત્યાર પછી સવારે તેને ચાવીને ખાઈ જવું. તમે આ લસણને મધ સાથે પણ લઈ શકો છો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
