ઉનાળામાં મળતું આ નાનકડું ફળ મોટા ફાયદા કરી શકે છે. જાંબુ ખાવાથી હિમોગ્લોબીન વધારવું, બ્લડ શુગર કંટ્રોલ કરવા સહિતના લાભ થઈ શકે છે. તો ચાલો તમને વિસ્તારપૂર્વક જણાવીએ ઉનાળામાં રાવણા ખાવાથી શરીરને થતા 5 મોટા ફાયદા વિશે.
ઉનાળામાં એક એવું ફળ પણ મળે છે જેને શરીર માટે ઔષધી કહીએ તો ખોટું નહીં હોય. આ ફળ પાચનની સમસ્યા, બ્લડ શુગર કંટ્રોલ કરવું, લોહીની ઊણપ દુર કરવી, સ્કિનને ફાયદા કરવા સહિતના લાભ કરે છે. અહીં વાત થઈ રહી છે જાંબુની જેને ઘણા લોકો રાવણા પણ કહે છે. રાવણા સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક ફળ છે. આ ફળ અને તેના ઠળીયા બધું જ શરીરને ફાયદા કરે છે. આજે તમને રાવણા ખાવાથી થતા એવા લાભ વિશે જણાવીએ જેને જાણીને તમે પરિવાર સાથે રાવણા ખાતા થઈ જશો.

ઉનાળાની ઋતુના ફળમાં કેરી, તરબૂચ, ટેટી સાથે રાવણાનો પણ સમાવેશ થાય છે. રાવણાનો સ્વાદ થોડો કસૈલો હોય છે. રાવણા શરીર માટે ઔષધી સમાન ફળ છે. તેને ખાવાથી શરીરની અનેક સમસ્યામાં ફાયદો થઈ શકે છે. પરંતુ આજે તમને જાંબુ ખાવાથી થતા 5 મુખ્ય ફાયદા વિશે જણાવીએ. જાંબુ ખાવાથી શરીરને લાભ એટલા માટે થાય છે કે તેમાં આયરન, ફાઈબર, કેલ્શિયમ, વિટામિન સી અને મેગ્નેશિયમ ભરપુર માત્રામાં હોય છે.
ઉનાળામાં જાંબુ ખાવાથી થતા 5 મોટા ફાયદા
ડિહાઈડ્રેશથી બચાવશે
ઉનાળામાં શરીરમાં પાણીની ઊણપના કારણે ડિહાઈડ્રેશન ઝડપથી થઈ જાય છે. ગરમીમાં શરીરને વધારે પાણીની જરૂર પડે છે. પાણીની જરૂરીયાત પુરી કરવામાં રાવણા તમને મદદરુપ થશે. ઉનાળામાં રાવણા ખાવાથી ડિહાઈડ્રેશનથી બચી શકાય છે. ઉનાળામાં લૂ લાગવી, ઉલટી થવા જેવી સમસ્યાથી બચવા માટે રાવણાને સિંધવ મીઠા સાથે ખાઈ શકાય છે.
હિમોગ્લોબિન વધારે
શરીરમાં લોહીની ઊણપ હોય તો આ ઊણપને દુર કરી હિમોગ્લોબિન વધારવામાં પણ રાવણા એટલે કે જાંબુ મદદ કરી શકે છે. રાવણા આયરન અને વિટામિન સી થી ભરપુર હોય છે. જાંબુ ખાવાથી લોહી શુદ્ધ થાય છે. રાવણામાં રહેલું વિટામિન સી રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરશે.

કેન્સર રોધી ગુણ
જાંબુ એન્ટી ઓક્સીડન્ટથી ભરપુર હોય છે. આ એન્ટી ઓક્સિડન્ટ આપણને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવે છે. કેટલીક રિસર્ચમાં તો એવું પણ સામે આવ્યું છે કે રાવણામાં કેન્સર રોધી ગુણ હોય છે. રોજ જાંબુ ખાવાથી કોલોન કેન્સરનું રિસ્ક ઓછું થઈ શકે છે. જો કે આ અંગે હજુ વધારે શોધની જરૂર છે. રાવણા ખાવાથી કેન્સર ન થાય તેવું સાબિત થયું નથી.
હાર્ટને હેલ્ધી રાખશે
જાંબુ હાર્ટ હેલ્ધી રાખવામાં મદદ કરશે. હેલ્થ એક્સપર્ટ અનુસાર જાંબુ હાઈ બ્લડ પ્રેશરમાં ફાયદો કરે છે. તેને ખાવાથી સ્ટ્રોક, હાર્ટ પ્રોબ્લેમનું જોખમ ઓછું થઈ શકે છે. જાંબુ ખાવાથી શરીરમાં રક્ત પ્રવાહ સુધરે છે. જેના કારણે હાર્ટ હેલ્ધી રહે છે.
બ્લડ શુગર કંટ્રોલમાં રહેશે
ડાયાબિટીસની બીમારીથી પીડિત લોકો માટે જાંબુ વરદાન છે. જાંબુનું ગ્લાયસેમિક ઈંડેક્સ ઓછો હોય છે. જાંબુ બ્લડ શુગર લેવલ મેનેજ કરવામાં મદદ કરે છે. ઉનાળામાં આ બધા જ લાભ મેળવવા માટે દૈનિક આહારમાં જાંબુનો સમાવેશ કરી શકો છો. ઉનાળાની ઋતુમાં જાંબુ ખાવા શરીર માટે લાભકારી સાબિત થશે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
