
દારૂને લીવરનો સૌથી મોટો દુશ્મન માનવામાં આવે છે. પરંતુ તાજેતરની એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, મહિલાઓમાં લીવર કેન્સર માટે સોડા જવાબદાર છે.
સામાન્ય રીતે એવું જોવા મળે છે કે, મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સૌથી વધુ બેદરકાર હોય છે. આવી સ્થિતિમાં મહિલાઓમાં લિવર કેન્સરના રિસ્કને લઈ થયેલ સ્ટડીમાં જાણવું ખૂબ જ જરૂરી છે. આ સ્ટડી મુજબ પોસ્ટમેનોપોઝલ મહિલાઓ દરરોજ ઓછામાં ઓછું એક સુગર-ફિલ્ડ ડ્રિંક પીવે છે, તેમને લીવર કેન્સર થવાનું જોખમ 78% વધી જાય છે.
આ સ્ટડી 2022ની ન્યુટ્રિશન લાઈવ ઓનલાઈન ઈવેન્ટમાં પ્રજેન્ટ કરવામાં આવી હતી, જેમાં 90,504 મહિલાઓનો ડેટા સામેલ હતો. આ મહિલાઓની ઉંમર 50 થી 79 વર્ષની વચ્ચે હતી અને આ રિચર્સ લગભગ 18 વર્ષ સુધી કરવામાં આવ્યું હતું. સંશોધકોના જણાવ્યા અનુસાર જે મહિલાઓ દરરોજ એક અથવા વધુ સુગર-સ્વીટ ડ્રિંક્સ પીવે છે, લીવર કેન્સર થવાનું જોખમ વધારે જોવા મળ્યું હતું.

નિષ્ણાતોનો અભિપ્રાય
હાર્વર્ડ ટી.એચ. ચૈન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના પોષણ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. જ્યૂહોંગ ઝાંગે જણાવ્યું હતું કે, “અમારા તારણો સૂચવે છે કે સુગર-સ્વીટેડ ડ્રિંક્સ લીવર કેન્સર માટે એક જોખમ કારક હોઈ શકે છે. જો આ સંશોધનના તારણોની પુષ્ટિ થાય છે, તો ખાંડયુક્ત પીણાંનું સેવન ઓછું કરવાથી લીવર કેન્સરના કેસોને ઘટાડવામાં મદદ મળી શકે છે.”
સુગર-સ્વીટેડ ડ્રિંક અને લાઈફસ્ટાઈલનું કનેક્શન
આ સંશોધન માત્ર એક લિંક દર્શાવે છે, જે સાબિત કરતું નથી કે સુગર-સ્વીટેડ ડ્રિંક્સ સીધું જ લીવર કેન્સરનું કારણ બને છે. અન્ય સંશોધકોએ અભ્યાસની માન્યતા પર સવાલ ઉઠાવ્યા છે, ખાસ કરીને તે મહિલાઓની લાઈફસ્ટાઈલ વિશે જેમનું સેવન વધુ હતું. વરિષ્ઠ ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ સૈમન્થા હેલરે પ્રશ્ન ઉઠાવ્યો કે, “શું આ મહિલાઓના આહાર અન્ય પરિબળોથી પ્રભાવિત છે, જેમ કે, ઓછું ફાઈબર, વધુ રેડ અને પ્રોસેસ્ડ મીટ, જંક અને ફાસ્ટ ફૂડ અને ઓછી શારીરિક કસરત?”

મહિલાઓમાં લીવર કેન્સરના લક્ષણોને સમજો
લીવર કેન્સરના લક્ષણો તેના સ્ટેજના આધારે અલગ-અલગ હોઈ શકે છે. આ સિવાય પેટમાં દુખાવો, કમળો, પેટમાં સોજો, જમણા ખભામાં દુખાવો, લીવર મોટું થવું, ઉલટી અને ઉબકા આવવા, ભૂખ ન લાગવી, વજન ઘટવું, થાક લાગવો, સફેદ મળ વગેરે લક્ષણો તેની સાથે સંબંધિત છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
