July 27, 2024
11 11 11 AM
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો
પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
IT કંપનીએ ઈન્વેસ્ટરોને આપી ભેટ, બોનસ શેરની કરી જાહેરાત, ફ્રી મળશે 3 શેર
Breaking News
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો IT કંપનીએ ઈન્વેસ્ટરોને આપી ભેટ, બોનસ શેરની કરી જાહેરાત, ફ્રી મળશે 3 શેર

Health Tips – લુઝ મોશનમાં આ પાંચ વસ્તુઓ ખાશો તો દવા લેવાની જરૂર નહીં પડે, તુરંત કરે છે અસર

લુઝ મોશનની સમસ્યાથી તુરંત રાહત મેળવવી હોય તો કેટલાક ઘરેલુ ઉપાય મદદ કરી શકે છે. આજે તમને આવા જ કેટલાક ઉપાયો વિશે જણાવીએ. આ પાંચ ઉપાય લુઝ મોશન માટે રામબાણ છે. તેને કરવાથી દવા વિના મોશનની સમસ્યા દૂર થઈ જાય છે. 

લુઝ મોશન એક સામાન્ય સમસ્યા છે જે કોઈપણ વ્યક્તિને ક્યારેય પણ થઈ શકે છે. લુઝ મોશન પેટમાં ઇન્ફેક્શન કે ખાવા પીવામાં થયેલા ફેરફારના કારણે પણ થઈ શકે છે. જ્યારે પેટ બગડે છે તો શરીરમાંથી પાણી અને ઇલેક્ટ્રોલાઇટ નીકળી જાય છે. જો લાંબા સમય સુધી લુઝ મોશન રહે તો ડિહાઇડ્રેશન અને નબળાઈ પણ આવી શકે છે. લુઝ મોશન હોય ત્યારે ભારે વસ્તુઓ ખાવાનું પણ ટાળવું જોઈએ. જો લુઝ મોશનમાં તમે ઓઇલી વસ્તુઓ કે મસાલેદાર ખાવાનું ખાઓ છો તો તેના પાચનમાં સમય લાગે છે અને હાલત બગડી પણ શકે છે. 

લુઝ મોશનની સમસ્યાથી તુરંત રાહત મેળવવી હોય તો કેટલાક ઘરેલુ ઉપાય મદદ કરી શકે છે. આજે તમને આવા જ કેટલાક ઉપાયો વિશે જણાવીએ. આ પાંચ ઉપાય લુઝ મોશન માટે રામબાણ છે. તેને કરવાથી દવા વિના મોશનની સમસ્યા દૂર થઈ જાય છે. 

દહીં 

દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે જે પાચન તંત્રને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. દહીં ખાવાથી લુઝ મોશનમાં રાહત થાય છે. તમે દહીંમાં ખાંડ ઉમેરીને પણ ખાઈ શકો છો અથવા તો દહીંની છાસ બનાવીને પણ પી શકો છો.

મીઠાનું અને ખાંડનું પાણી 

લુઝ મોશન થયા હોય તો શરીરમાંથી ઘણું બધું પાણી નીકળી જાય છે. જેના કારણે ડીહાઇડ્રેશન પણ થઈ શકે છે. આવું ન થાય તે માટે જેને લુઝ મોશન થયા હોય તેને થોડી થોડી વારે મીઠું અને ખાંડ ઉમેરેલું પાણી પીવડાવતા રહેવું. 

જીરાનું પાણી 

જીરું પાચનતંત્ર માટે ફાયદાકારક છે. જીરાનું પાણી બનાવવા માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું ઉકાળો. ત્યાર પછી પાણીને ઠંડુ કરી ગાડી લો. ઠંડુ કરેલું જીરાનું પાણી દિવસમાં બે થી ત્રણ વાર પીવાનું રાખો.

કેળા 

પોટેશિયમથી ભરપૂર કેળા પણ ઇલેક્ટ્રોલાઇટને બેલેન્સ કરવામાં મદદ કરે છે. લુઝ મોશનની સમસ્યામાં કેળા ખાવાથી શરીરને ઊર્જા પણ મળશે અને પાચન પણ સારું થશે. 

નાળિયેર પાણી 

નાળિયેર પાણી ઇલેક્ટ્રોલાઈટનો સૌથી સારો સોર્સ છે. નાળિયેર પાણીમાં એન્ટિવાયરલ ગુણ હોય છે. લુઝ મોશનમાં નાળિયેર પાણી પીવાથી શરીર હાઈડ્રેટ રહે છે અને પેટની સમસ્યા દૂર થાય છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us