
મીઠાઈ ખાવી દરેક વ્યક્તિને પસંદ હોય છે. મીઠાઈનો એક પીસ ખાવાથી કંઈ ફરક ન પડે એવું લાગે છે પરંતુ એક મીઠાઈના પીસમાં અઢળક કેલેરી હોય છે જે વજન વધારવા માટે પુરતી છે.
મીઠાઈ જોયા પછી તેને ખાવાનું મન દરેકને થઈ જાય. વજન વધારે હોય કે ડાયાબિટીસ હોય. એક ટુકડો મીઠાઈનો સૌ કોઈ મોંમાં મુકી જ દે છે. એક ટુકડાથી કંઈ ન થઈ જાય એવી વાત પણ લોકો કહેતા હોય છે પરંતુ ખરેખર એવું હોતું નથી. મીઠાઈનો એક ટુકડો પણ વજનમાં જબરદસ્ત વધારો કરી શકે છે. કારણ કે મીઠાઈના એક ટુકડામાં અનેકગણી કેલેરી હોય છે
મીઠાઈ ખાવી સૌને ગમે છે પરંતુ કોઈપણ મીઠાઈનો એક પીસ વજન વધારવા માટે પુરતો હોય છે. કોઈપણ મીઠાઈ હોય તેમાં મુખ્ય વસ્તુ ખાંડ હોય છે. અને ખાંડમાં સૌથી વધુ કેલેરી હોય છે. જો તમે વજન કંટ્રોલ કરવાની ટ્રાય કરો છો તો પછી ખાંડ વધારે લેવી તમારા માટે જોખમી છે.

એક ચમચી ખાંડ જે લગભગ 5 ગ્રામ હોય છે તેમાં 20 કેલેરી હોય છે. આ કેલેરી ઓછી લાગે છે પરંતુ દિવસ દરમિયાન ચા, કોફી, મીઠાઈ અને અન્ય વસ્તુના માધ્યમથી શરીરમાં 1 ચમચીથી વધુ ખાંડ જાય છે અને તેના કારણે કેલેરી પણ વધી જાય છે.
આ રીતે મીઠાઈનો એક પીસ પણ વધારે વજન
1 ગુલાબ જાંબુ – 150 થી 200 કેલેરી
રસગુલ્લા – 125 થી 150 કેલેરી
બરફી – 150 થી 170 કેલેરી
લાડુ – 180 થી 200 કેલેરી
જો તમે રોજ મીઠાઈ ખાવ છો તો તમારું વજન વધી શકે છે. કેમેકે દર 7700 એક્સ્ટ્રા કેલેરી 1 કિલો વજન વધારે છે. જો તમારે મીઠાઈ પણ ખાવી હોય અને કેલેરીથી પણ બચવું હોય તો ખાંડ કરતાં સ્ટીવિયા, નેચરલ સ્વીટરન, ગોળ કે મધનો વિકલ્પ પસંદ કરો. સૌથી બેસ્ટ એ રહે છે કે તમે ગળ્યું ખાવાનું મન થાય ત્યારે ફ્રુટ કે ડ્રાય ફ્રુટ ખાવાનું રાખો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
