
તમે એવા અનેક લોકો જોયા હશે જે ઘણીવાર આંગળીના ટચાકા ફોડતા હોય છે. આ આદત વિશે મેડિકલ સાયન્સ શું કહે છે આજે તમને જણાવીએ.
આંગળીઓના ટચાકા ફોડવાની આદત ખૂબ જ સામાન્ય છે. તમે પણ એવા અનેક લોકો જોયા હશે જેમને આ આદત હોય. ઘણા લોકો તો દિવસમાં વારંવાર આંગળીમાં ટચાકા ફોડતા હોય છે. ઘણા લોકોને તો હાથ અને પગની આંગળીઓના ટચાકા ફોડવામાં મજા આવે છે. તેથી તેઓ વારંવાર આ કામ કરે છે. પરંતુ હકીકતમાં આ રીતે ટચાકા ફોડવા યોગ્ય છે કે નહીં આજે તમને જણાવીએ.
ટચાકા ફોડવાની આદત સામાન્ય લાગે છે પરંતુ મેડિકલ સાયન્સમાં નિષ્ણાંતો આ અંગે અલગ અલગ મત જણાવે છે. જો તમને પણ વારંવાર ટચાકા ફોડવામાં મજા આવતી હોય તો આજે તમને જણાવીએ તો ટચાકા ફોડવાની આદતના ફાયદા અને નુકસાન છે. આ બંને વસ્તુ વિશે જાણીને તમે જ નક્કી કરજો કે ટચાકા ફોડવાનું ચાલુ રાખવું કે આદત છોડી દેવી.

ટચાકા ફોડવાથી થતા નુકસાન
– કેટલાક નિષ્ણાંતોનું માનવું છે કે વારંવાર આંગળીના ટચાકા ફોડવાથી સાંધામાં દુખાવો, સોજો અને ગઠિયા જેવી સમસ્યા થઈ શકે છે.
– વારંવાર ટચાકા ફોડવામાં આવે તો સાંધાની આસપાસના ભાગમાં ધીરે ધીરે નુકસાન થવા લાગે છે.
– કેટલીક રિસર્ચમાં એવું પણ સામે આવ્યું છે કે નિયમિત રીતે જે લોકો ટચાતા ફોડે છે તેમને ગઠીયા જેવા રોગ થવાની સંભાવના સામાન્ય કરતાં વધારે હોય છે.
ટચાકા ફોડવાથી થતા ફાયદા
– કેટલાક એક્સપર્ટ એવું પણ માને છે કે આંગળીના ટચાકા ફોડવાથી કેટલાક ફાયદા પણ થઈ શકે છે. આમ કરવાથી સાંધા પરનું પ્રેશર ઓછું થઈ જાય છે અને ગતિશીલતા સુધરી શકે છે.

– કેટલાક લોકો માને છે કે આંગળીના ટચાકા ફોડવાથી હાડકા વચ્ચેનું ટેન્શન ખતમ થઈ જાય છે અને સાંધાનો દુખાવો પણ ઓછો રહે છે.
આ રીતે જોઈએ તો આંગળીના ટચાકા ફોડવાથી કોઈ ગંભીર નુકસાન થતું નથી. પરંતુ નિષ્ણાંતો એવું પણ કહે છે કે જો કોઈ વ્યક્તિને પહેલાથી જ સાંધામાં દુખાવો કે સોજો હોય તો તેમણે આદત તુરંત છોડી દેવી જોઈએ. નહીં તો આ આદતના કારણે સાંધાની સમસ્યા વધી શકે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
