
કબજિયાત એવી સમસ્યા છે જેનો ઈલાજ સમયસર કરી લેવો જોઈએ. કબજિયાત મટાડવામાં તુરંત અસર કરતા પાનના ઉપયોગ વિશે આજે તમને જણાવીએ.
કબજિયાત સામાન્ય સમસ્યા લાગે છે પરંતુ જો લાંબા સમય સુધી કબજિયાત રહે તો તે ગંભીર બીમારી પણ બની શકે છે. કબજિયાત થવાનું મુખ્ય કારણ પેટમાં ગડબડ કે પાચન ક્રિયામાં ખરાબી. પેટમાં ગડબડ થઈ જવાથી શૌચ પ્રક્રિયા બાધિત થઈ જાય છે. કબજિયાતના કારણે પેટમાં ભારેપણું અને દુખાવો રહે છે. કબજિયાત થવાના અન્ય કારણોમાં ખરાબ આહાર અને પાણીનો અભાવ પણ હોઈ શકે છે. જોકે જીવનશૈલીમાં ફેરફાર કરીને તમે કબજિયાતથી છુટકારો મેળવી શકો છો. કબજીયાત મટાડવાના ઘરેલુ ઉપાય પ્રભાવી સાબિત થઈ શકે છે. આજે તમને આવા જ એક ઉપાય વિશે જણાવીએ જે કબજિયાત મટાડવાનો બેસ્ટ ઉપાય છે.
નાગરવેલનું પાન કબજિયાત મટાડવામાં મદદ કરી શકે છે. આ પાનમાં એવા પોષક તત્વ હોય છે જે પાચનતંત્રને સુધારે છે. જેના કારણે કબજિયાત જેવી સમસ્યા દૂર થાય છે. તો ચાલો તમને જણાવીએ કે આ પાનને કેવી રીતે ખાવું અને તેનાથી કેવા ફાયદા થાય

નાગરવેલના પાનના ફાયદા
નાગરવેલના પાનમાં એન્ટિ ઓક્સિડન્ટ, ફાઇબર અને પાચન સુધારનાર ગુણ હોય છે. તેના કારણે પેટની સમસ્યાઓ દૂર થાય છે. કબજીયાત સહિત પેટની તકલીફો માટે નાગરવેલનું પાન ઔષધી માનવામાં આવે છે. આ પાન પેટમાં રહેલા ટોક્સીનને બહાર કાઢવામાં મદદ કરે છે અને પાચન ક્રિયા સુધારે છે. આ પાનમાં એવા તત્વ હોય છે જે ગેસ, સોજો અને કબજિયાત મટાડવામાં મદદ કરે છે.
કબજિયાતમાં નાગરવેલના પાનનો ઉપયોગ
સૌથી પહેલા તાજું અને લીલું નાગરવેલનું પાન લેવું. આ પાનને પાણીથી સારી રીતે સાફ કરવું. આ પાનને સવારે ખાલી પેટ ધીરે ધીરે ચાવીને ખાઈ જવું. પાનનો રસ મોઢામાં નીકળે ત્યાં સુધી તેને ચાવવું અને પછી તેને પેટમાં ઉતારો. નિયમિત રીતે આ રીતે પણ ખાશો એટલે પાચન ક્રિયા સુધારવા લાગશે. તમે દિવસમાં બે વખત આરીતે પાન ચાવીને ખાઈ શકો છો.

લાંબા સમયથી કબજિયાતની તકલીફ હોય અને તેના ગંભીર લક્ષણો દેખાતા હોય તો ડોક્ટરની સલાહ તુરંત જ લેવી. આ સિવાય નાગરવેલના પાન ખાવા એ પણ કબજિયાતનો સરળ અને પ્રભાવી ઉપાય સાબિત થશે. તેનાથી પણ સ્વાસ્થ્ય સંબંધિત કાયદા થઈ શકે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
