મુુલુંડ તાંબેનગરમાં અમૃત દેરાસર પાસે આવેલા વિતરાગ દર્શનમાં રહેતા ૭૧ વર્ષીય કચ્છી વેપારી કીર્તિભાઈ લીલાધર દેવજી વીરાનું રેલવે સ્ટેશને પર ટ્રેન પકડતી વખતે નીચે પટકાતા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ગેપમાં ફસાઈ જવાથી તેમનું કરૂણ મૃત્યુ થતાં ક.વિ.ઓ. સમાજ સહિત સમગ્ર કરો વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
મૂળ કચ્છ ગામ મેરાઉ (હાલ રાયણ)ના કચ્છી વિશા ઓશવાલ જૈન કીર્તિભાઈ મસ્જિદ બંદરમાં પોતાનો વ્યવસાય ધરાવતા હતા. ગુરૂવારે રાબેતા મુજબ તેઓ સાંજે પોણા છ વાગે મુલુંડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૪ પરથી મસ્જિદ બંદર જવા માટે લોકલ મળ ટ્રેન પકડી રહ્યા હતા, તે સમયે તેમનો હાથ સ્લીપ થઈ જતાં પ્લેટફોર્મ અગ્ન પર પટકાયા હતા અને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ગેપમાં પડી પણ જતાં તેમને થયેલી ગંભીર ઈજાઓને કારણે તેમનું ઘટનાસ્થળે જ નિધન થયું હતું.

પરિવારજનો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ કીર્તિભાઈ વર્ષોથી રોજ સવારે સાત વાગ્યે ઘરેથી નીકળીને તેમની મસ્જિદ બંદરમાં કિશોર બ્રધર્સ નામની દુકાનમાં પહોંચી જતાં, ત્યારબાદ બપોરે ઘરે પરત આવતા અને પછી ફરીથી સાંજે છ વાગ્યાની આસપાસ દુકાને જવા નીકળી જતા હતા. કીર્તિભાઈ લોકોમાં તેમના મહેનતું સ્વભાવ અને નિયમિતતા માટે જાણીતા હતા. કીર્તિભાઈની અંતિમયાત્રા શુક્રવારે બપોરે ૩.૩૦ કલાકે મુલુંડ (વે) ખાતે નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં સગાસંબંધીઓ, મિત્રવર્તુળ હાજર રહ્યો હતો. મુલુન્ડ જીઆરપી અધિકારીએ એડીઆર નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
