લાઈફમાં ઘણીવાર એવી પરિસ્થિતિ સર્જાઈ જાય જેમાં અચાનક સ્ટ્રેસ લેવલ વધી જાય. જ્યારે પણ આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે તમે આ ઈઝી સ્ટેપ્સ ફોલો કરી સ્ટ્રેસ દુર કરી રિલેક્સ ફીલ કરી શકો છો.
લાઈફમાં સ્ટ્રેસ દિવસને દિવસે વધી રહ્યો છે. સ્ટ્રેસ મેન્ટલ હેલ્થ માટે સૌથી ખરાબ છે. આ સ્થિતિને મેનેજ ન કરવામાં આવે તો સ્ટ્રેસની અસર પર્સનલ લાઈફ, કામ, પરિવાર દરેક પર પડવા લાગે છે. સ્ટ્રેસ મેનેજ કેવી રીતે કરવો એ મોટાભાગના લોકો જાણતા નથી. જેના કારણે લોકો સ્ટ્રેસફુલ પરિસ્થિતિ અને વિચારોમાંથી બહાર આવી શકતા નથી. એક પછી એક સ્ટ્રેસફુલ સ્થિતિ સર્જાતી રહે છે અને મનમાં વિચારો અને ચિંતાઓનો બોજ વધતો જાય છે. જેની અસર માનસિક સ્વાસ્થ્ય પર પડવા લાગે છે.
સ્ટ્રેસફુલ સ્થિતિ સર્જાય તો તેને એક મિનિટમાં કંટ્રોલ કરી શકાય છે. પરિસ્થિતિ કેવી પણ હોય તેને મુશ્કેલ કે સરળ આપણું રિએકશન બનાવે છે. એટલે કે સ્ટ્રેસફુલ સ્થિતિમાં તમે જેવું રિએકશન આપો તેવી સ્થિતિ તમારી સામે આવીને ઊભી રહે છે. મોટાભાગે તો લોકો સ્ટ્રેસ હોય ત્યારે ભુલો જ કરતાં હોય છે જેના કારણે સમસ્યા વધી જાય છે. આવું ન થાય અને સ્ટ્રેસ તુરંત દુર થાય તે માટે શું કરવું જોઈએ ચાલો જાણીએ. પરિસ્થિતિ ગમે તેવી હોય તેમાં શાંત રહેવું અને તુરંત સ્ટ્રેસ ફ્રી થઈ જવા શું કરવું જાણી લો.

4-4-4 બ્રીધિંગ
સ્ટ્રેસ મેનેજ કરવા ફક્ત ઊંડા શ્વાસ લેવાથી ઘણા લોકોને ફરક નથી પડતો. આવામાં તમે 4-4-4 બ્રીધિંગ ટેકનિક ટ્રાય કરો. તેના માટે 4 સેકન્ડ માટે નાકથી શ્વાસ ખેંચો, 4 સેકન્ડ સુધી રોકો અને 4 સેકન્ડ સુધી ધીરે ધીરે શ્વાસ છોડો. આ સમયે ધ્યાન સંપૂર્ણ રીતે શ્વાસ પર કેન્દ્રિત કરો. આમ કરવાથી તણાવ ઓછો થવા લાગશે અને મન શાંત થઈ જશે.
મ્યુઝિક થેરાપી
જ્યારે પણ સ્ટ્રેસફુલ સ્થિતિ સર્જાય અને એવું લાગે કે બેચેની થવા લાગી છે તો મનગમતું મ્યુઝીક સાંભળો. તમારા ઓલ ટાઈમ ફેવરિટ સોંગનું પ્લે લિસ્ટ બનાવી રાખો. તેને સાંભળવાનું શરુ કરો. તેનાથી મન શાંત થવા લાગશે.
પાણી પીવું
એક્સપર્ટ અનુસાર ડિહાઈડ્રેશનના કારણે પણ સ્ટ્રેસ વધે છે. તેથી જ્યારે પણ સ્ટ્રેસ વધે ત્યારે 30 સેકન્ડ આંખ બંધ કરીને બેસો અને પછી 1 ગ્લાસ પાણી પીવું. પાણી પીતી વખતે ક્રોધ મનમાં રાખવો નહીં. તમારા જીવનની સૌથી સારી સ્થિતિને યાદ કરીને પાણી પીવું. પાણી પીવાથી મગજ રિલેક્સ થઈ જશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
