
ઈસ્ટર્ન એક્સપ્રેસવે પર ઘાટકોપર પૂર્વથી વિક્રોલી સુધી મધરાત્રે ઘોડાઓનો અનધિકૃત રીતે રેસ માટે ઉપયોગ કરવામાં આવતો હતો. જીવદયાપ્રેમી સંસ્થા પીટા દ્વારા આ અંગે ઘાટકોપર પંતનગર પોલીસ સ્ટેશનમાં ઘોડાગાડીના ડ્રાઈવરો, રેસના આયોજકો અને અન્યો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
પોલીસે તુરંત સીસીટીવી કેમેરા તપાસીને પીટાના સહયોગથી રેસ માટે ઉપયોગ કરાતા બાર ઘોડાઓને જપ્ત કરાયા હતા.દરમિયાન આ મામલો વિક્રોલીની 50 જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં ચાલતો હતો.

પીટાએ મામલો પકડી રાખતાં આખરે કોર્ટે બારેય ઘોડાને સેન્ક્ચ્યુઅરીના કબજામાં સોંપવાનો આદેશ આપ્યો છે.પીટા ઈન્ડિયાના ક્રુઅલ્ટી રિસ્પોન્સ લીગલ એડવાઈઝર અને એસોસિયેટ ડાયરેક્ટર મીત આશરે જણાવ્યું કે મુંબઈમાં ઘોડાઓને અનધિકૃત તબેલાઓમાં રાખવામાં આવે છે.
પોલીસ અને મહાપાલિકા દ્વારા તેની સામે તુરંત કાર્યવાહી કરવી જોઈએ. ઘાટકોપરમાં ઘોડાઓની અનધિકૃત રેસને મામલે વિક્રોલી કોર્ટના મેજિસ્ટ્રેટ જે આર મુલાનીએ ઘોડાઓના રક્ષણ માટે તેમને સેન્ક્ચ્યુઅરીમાં મોકલવાનો આદેશ આપ્યો તે ખરેખર સરાહની છે. એડિશનલ કમિશનર મહેશ પાટીલ, ડીસીપી વિજયકાંત સાગર, સિનિયર પીઆઈ મનોહર આવ્હાડ અને તેમની ટીમે આ માટે જહેમત ઉઠાવી હતી. પશુઓ પર અત્યાચાર બિલકુલ સહન નહીં કરાશે એવો સ્પષ્ટ સંદેશ તેમણે આપ્યો છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
