માઈગ્રેનના અસહ્ય દુખાવાથી મુક્તિ મેળવવાનો રસ્તો આયુષ મંત્રાલયે જણાવ્યો છે. આ રીતે માઈગ્રેનની તકલીફ દવા વિના મટી શકે છે. જો તમને પણ માથાના દુખાવાની તકલીફ રહેતી હોય તો આ ઉપાય અપનાવો.
માઇગ્રેન એક પ્રકારનો માથાનો દુખાવો છે જેમાં અડધું માથું ભયંકર રીતે દુખે છે. માઈગ્રેન મગજમાં તંત્રિકા તંત્રની સમસ્યાના કારણે થાય છે. માઈગ્રેનમાં માથાનો દુખાવો શરૂ થાય પછી અમુક કલાકોથી લઈને દિવસો સુધી રહી શકે છે. માઇગ્રેનમાં માથું ભયંકર રીતે દુખે છે અને આ દુખાવાને સહન કરવો મુશ્કેલ હોય છે, જેના કારણે મોટાભાગના લોકો માઈગ્રેનમાં પેનકિલર ખાઈ લેતા હોય છે.
માઈગ્રેન થવાનું કારણ

માઈગ્રેન થવાના અલગ અલગ કારણો હોય છે જેમ કે મગજની નર્વ્સ અને બ્લડ વેન્સમાં ફેરફાર થઈ જાય તો તેના કારણે પણ માથામાં તીવ્ર દુખાવો થાય છે. આ સિવાય અમુક કારણો એવા પણ હોય છે જે માથાના દુખાવાની ટ્રિગર કરે છે. જેમકે શરીર હાઇડ્રેટ ન હોય તો માથું દુખવા લાગે, સ્ટ્રેસ અને ચિંતાના કારણે માઈગ્રેન ટ્રિગર થાય, મહિલાઓમાં હોર્મોનલ ફેરફારના કારણે પણ માઈગ્રેન ટ્રિગર થઈ જાય છે, તીવ્ર પ્રકાશ અને ઘોંઘાટમાં પણ માઇગ્રેનની સમસ્યા થઈ શકે છે, વધારે પડતી ગરમી અને અપૂરતી ઊંઘ પણ માઈગ્રેનનું કારણ બની શકે છે.
માઈગ્રેનના પ્રકારો
મોટાભાગના લોકો એ જાણતા નથી કે માઈગ્રેનના કુલ 5 પ્રકાર હોય છે. જેમાં સૌથી વધારે ખરાબ ક્રોનિક માઈગ્રેન ગણાય છે. ક્રોનિક માઈગ્રેનમાં દિવસો સુધી માથું ભયંકર રીતે દુખે છે. આ સિવાય મહિલાઓને પિરિયડ માઈગ્રેન પણ થાય છે જે દુખાવો પિરિયડના સમયમાં થતો હોય છે. આ સિવાય અબ્ડોમીનલ માઈગ્રેન, વેલ્ટિબુલર માઈગ્રેન અને હેમિપ્લેજિક માઇગ્રેન.
માઇગ્રેન મટાડવા યોગાસન

માઈગ્રેનને જડમૂળથી મટાડવા માટે કોઈ દવા નથી મોટાભાગે લોકો દુખાવાથી રાહત મેળવવા માટે પેનકિલર દવાઓ ખાતા હોય છે. જોકે આયુષ મંત્રાલયે માઈગ્રેનથી રાહત મેળવવાનો ઈલાજ જણાવ્યો છે. માઈગ્રેનમાં સતત દવાઓ લેવાને બદલે દિનચર્યામાં યોગનો સમાવેશ કરી શકાય છે. આયુષ મંત્રાલય દ્વારા 5 યોગાસન પણ જણાવેલા છે જેને કરવાથી માઈગ્રેનની સમસ્યામાં રાહત થઈ શકે છે. આયુષ મંત્રાલય અનુસાર આ યોગાસન કરવાથી સ્નાયુ રિલેક્સ થાય છે, શરીરની મુદ્રા સુધરે છે, શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને માનસિક શાંતિ મળે છે જેના કારણે માઇગ્રેનનો દુખાવો થવાનું પ્રમાણ ઘટી જાય છે.
માઈગ્રેનમાં ફાયદાકારક યોગાસન
આયુષ મંત્રાલય અનુસાર જેમને માઈગ્રેનની તકલીફ હોય તેમણે ભુજંગાસન કરવું જોઈએ. આ સિવાય પવન મુકતાસન, માર્જરી આસન અને તાડાસન પણ માઇગ્રેનના દર્દીઓને ફાયદો કરી શકે છે.
માઈગ્રેનથી રાહત મેળવવા માટે ભ્રામરી પ્રાણાયામ પણ નિયમિત કરી શકાય છે. ભ્રામરી પ્રાણાયામ કરવાથી મગજ શાંત રહે છે અને સ્ટ્રેસ દૂર થાય છે. આયુષ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ 5 આસાન રોજ 10 થી 15 મિનિટ કરી શકાય છે. સવારે કે સાંજે શાંત વાતાવરણમાં બેસીને આ યોગાસનનો અભ્યાસ કરવો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
