કાંદિવલી (પશ્ચિમ)માં આવેલી એક હોસ્પિટલમાં આગ ભભૂકી હતી. આગમાં ચાર જણા ૧૫થી ૪૦ ટકા દાઝી ગયા હતા. એમ પાલિકા અધિકારીએ કહ્યું હતું. કાંદિવલી (પશ્ચિમ) સ્થિત ન્યૂ લિંક રોડ પર મહાવીરનગર પાસે ૩૦ માળની આશિષ કેસર બિલ્ડિંગમાં આવેલી વિન્સ હોસ્પિટલમાં આજે બપોરે ૧.૫૨ વાગ્યે આગ ભભૂકી હતી. જેના લીધે ગભરાટ ફેલાઈ ગયો હતો.

આગમાં સ્વાધિન મુખી (ઉં.વ.૫૬) ૪૦ ટકા, રાજદેવ (ઉં.વ.૩૫) ૧૫ ટકા, નરેન્દ્ર મોર્ય (ઉં.વ.૪૫), સુનિલ (ઉં.વ.૩૫) દાઝી  ગયા હતા. આગમાં ઈલેકટ્રીકલ વાયરિંગ, ઈન્સ્ટોલેશન, સેન્ટ્રલાઈઝ એસી યુનિટના કોમ્પ્રેસરને નુકસાન થયું હતું. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોના જણાવ્યા મુજબ તેમની તબિયત સ્થિર છે, એમ પાલિકા અધિકારીએ જણાવ્યું હતું. આગ શોર્ટ સર્કિટ કે અન્ય ક્યા કારણથી લાગી એની તપાસ ચાલી રહી છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us